YuvrajSinh Jadejaએ શિક્ષક દિવસની આ રીતે પાઠવી શુભેચ્છા, કાયમી શિક્ષકોની ભરતીની માગ કરતા TET-TATના ઉમેદવારોનો વીડિયો કર્યો શેર


  • Published By :
  • Published Date : 2023-09-05 17:09:39

ટેટ ટાટના ઉમેદવારો ગાંધીનગર ખાતે આજે આંદોલન કરવાના હતા. કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી તેમની માગણી છે. કરાર આધારિત ભરતીનો વિરોધ ગુજરાતના ભાવિ શિક્ષકો કરી રહ્યા છે. જ્ઞાનસહાયક રદ્દ કરવામાં આવે તેવી ઉમેદવારોની માગ છે. આજે જ્યારે ગાંધીનગર ખાતે રજૂઆત કરવા ઉમેદવારો ગયા હતા ત્યારે પોલીસે તેમને ડિટેઈન કરી દીધા હતા. જે રીતે ઉમેદવારોને ગાડીમાં બેસાડવામાં આવ્યા હતા તે જોઈને લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. ત્યારે જે પ્રમાણે ભાવિ શિક્ષકો સાથે વ્યવહાર થયો છે તેને લઈ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ ટ્વિટ કરી છે. 

ગાંધીનગર ખાતે ટેટ-ટાટના ઉમેદવારો કરવાના હતા આંદોલન 

ગુજરાતમાં શિક્ષણની પરિસ્થિતિ દિવસેને દિવસે ખખડતી જઈ રહી છે. અનેક શાળો એવી છે જ્યાં શિક્ષકો નથી તો અનેક શાળાઓ એવી છે જ્યાં વિદ્યાર્થીઓ છે, શિક્ષકો છે પરંતુ સ્કૂલ નથી. શાળા છે તો જર્જરિત હાલતમાં છે. શિક્ષકો ના હોવાને કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ પર ગંભીર અસર પડે છે.  વિદ્યાર્થીઓ સરખી રીતે અભ્યાસ કરી શક્તા નથી. ત્યારે યુવરાજસિંહ જાડેજા પણ ટેટ-ટાટના ઉમેદવારોના સમર્થનમાં આવ્યા હતા. આંદોલન કરવાની પણ તૈયારી તેમણે દર્શાવી હતી. 

યુવરાજસિંહ જાડેજાએ આ મામલે કર્યું ટ્વિટ 

ત્યારે શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તે માગ સાથે ગાંધીનગર ખાતે ઉમેદવારો પહોંચ્યા હતા. મુખ્યમંત્રી સુધી ઉમેદવારો પહોંચે તે પહેલા જ તેમની અટકાયત કરી લેવામાં આવી હતી. હજી સુધી જ્યારે જ્યારે પણ ઉમેદવારો રજૂઆત માટે ગયા છે ત્યારે ત્યારે તેમની સાથે પોલીસ દ્વારા આવો વ્યવહાર કરવામાં આવ્યો છે. ત્યારે આ મામલે યુવરાજસિંહ જાડેજાએ ટ્વિટ કર્યું છે જેમાં તેમણે લખ્યું છે કે ભાવિ ઘડતર કરનાર શિક્ષકોની આ હાલત માટે જવાબદાર 156+3ને શિક્ષક દિવસની શુભેચ્છાઓ.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે