મોંઘવારીની ઐસી તૈસી, જૂનમાં પેસેન્જર વાહનોનું વેચાણ 2% અને ટુ-વ્હીલરનું વેચાણ 1.7% વધ્યું


  • Published By :
  • Published Date : 2023-07-13 15:30:27

દેશમાં મોઘવારી આસમાને પહોંચી છે અને મધ્યમ અને ગરીબ વર્ગ તેમાં પીસાઈ રહ્યો છે. જો કે આ કરૂણ વાસ્તવિક્તા વચ્ચે એક હકીકત એ પણ છે દેશમાં મોંઘીદાટ ગાડીઓનું પણ ધૂમ વેચાણ થઈ રહ્યું છે. દેશમાં પેસેન્જર વાહનોના  વેચાણમાં વાર્ષિક ધોરણે 2 ટકાનો વધારો થયો છે. ગત જૂન માસમાં 3,27,487 યુનિટનું વેચાણ થયું હોવાનું ઔદ્યોગિક સંસ્થા SIAMએ જણાવ્યું હતું. જે જૂન 2022માં 3,20,985 યુનિટ્સ હતા. 


2-વ્હીલર્સ અને  થ્રી-વ્હીલર્સનું પણ વેચાણ વધ્યું


પેસેન્જર વાહનોની સાથે-સાથે SIAMના રિપોર્ટ મુજબ જૂન મહિનામાં વાર્ષિક ધોરણે 2-વ્હીલર્સના વેચાણમાં પણ લગભગ 1.7% નો વધારો નોંધવામાં આવ્યો છે. આ દરમિયાન ટુ-વ્હીલરના 13,30,826 યુનિટ વેચાયા હતા. જ્યારે એક વર્ષ પહેલા જૂન મહિનામાં માત્ર 13,08,764 ટુ-વ્હીલરનું વેચાણ થયું હતું. માત્ર મોટરસાઈકલોના વેચાણની જ વાત કરીએ તો જૂનમાં 6.9% નો વધારો નોંધાયો છે, મોટરસાઈકલના કુલ 9.09 લાખ યુનિટ વેચાયા હતા. જ્યારે જૂનમાં સ્કૂટરનું વેચાણ 8.1% ઘટ્યું હતું. જૂનમાં સ્કૂટરના કુલ 3.87 લાખ યુનિટનું વેચાણ થયું હતું. જ્યારે કુલ થ્રી-વ્હીલરના જથ્થાબંધ વેચાણ જૂન 2022માં 26,701 યુનિટની સરખામણીમાં આ વર્ષે જુનમાં લગભગ બે ગણા વધી 53,019 યુનિટ રહ્યાં હતા.


નિકાસના આંકડા કેવા છે?


SIAM અનુસાર, જૂનમાં પેસેન્જર વાહનોના કુલ 57,618 યુનિટની નિકાસ કરવામાં આવી હતી. જ્યારે 3-વ્હીલરના 24,628 યુનિટની પણ નિકાસ કરવામાં આવી હતી. 2-વ્હીલર્સની વાત કરીએ તો જૂન, 2023માં કુલ 2,73,184 યુનિટની નિકાસ કરવામાં આવી હતી.



ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે જાહેરમાં તૂ તૂ મેં મેં થઈ હતી. મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી જે બાદ રાજનીતિ ગરમાઈ. ચૈતર વસાવા ત્યાં આવી ગયા અને બંને નેતાઓ બાજી પડ્યા..

લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન અનેક વખત એવા નિવેદનો સામે આવતા હોય છે જેની ચર્ચા થતી હોય છે. ત્યારે પીએમ મોદીએ એક સબામાં રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે.

ઘણા લોકો એવા હોય છે જેમને મૌન રહેવું ગમે છે.. જ્યારે કવિને પૂછવામાં આવે કે તમને સૌથી વધારે કોની સાથે રહેવાનું પસંદ છે તો તે કહે છે મૌન સાથે ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે આદિલ મન્સુરીની રચના .

ગઈકાલથી એક બાદ એક નેતાઓના પત્રોની ખૂબ ચર્ચા થઈ રહી છે.. પહેલા કુમાર કાનાણીનો પત્ર આવ્યો, પછી સંજય કોરડીયાનો પત્ર સામે આવ્યો અને પછી અમરેલીના ભાજપ ઉમેદવાર ભરત સુતરીયાનો પત્ર સામે આવ્યો.