ભારત અને અમેરિકાના સંબંધો પર ખૂબ ચર્ચાઓ થતી હોય છે, ડોનાલ્ડ ટ્રમ્પનું ટેરિફ વધારવું હોય કે PM મોદીને ખાસ મિત્ર કહેવા બધાની નજર ભારત અને અમેરિકાના આ સંબંધો પર હોય છે એ બધાની વચ્ચે ભારતમાં અમેરિકાના એમ્બેસેડર સર્જિયો ગોર મુંબઈ પહોંચ્યાં અને આ મુલાકાતને ખૂબ મહત્વની મુલાકાત માનવામાં આવે છે
“મુંબઈનો જાદુ અનુભવવા દરેકને આવવું જોઈએ.”
ભારતના રાજદૂત તરીકે તાજેતરમાં નિમણૂક થયેલા સર્જિયો ગોર તેમની મુંબઈની પ્રમુખ મુલાકાત માટે આવ્યા છે. તેમણે અહીં ઐતિહાસિક ગેટવે ઓફ ઈન્ડિયામાં પહોંચી અને ત્યાંથી એક સેલ્ફી પોસ્ટ કરતા કહ્યું કે “મુંબઈનો જાદુ અનુભવવા દરેકને આવવું જોઈએ.”

મુખ્ય મુલાકાતો અને ચર્ચા
સર્જિયો ગોરે મુંબઈની મુલાકાત દરમિયાન અનેક મહત્ત્વની મુલાકાતો કરી છે, જેમાં મહારાષ્ટ્ર મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે વ્યાપક ચર્ચા, Reserve Bank of India (RBI)ના ગવર્નર સંજય મલ્હોત્રા સાથે ટેકો અને ટેકનોલોજી વિષયો પર બેઠક, મુકેશ અંબાણી અને એન. ચંદ્રશેખરન સહિત ઉદ્યોગ ક્ષેત્રના અગ્રણીઓ સાથે મુલાકાતો કરી છે ગોરે જણાવ્યું છે કે આ તમામ બેઠકોએ વેપાર, ટેકનોલોજી, ઉર્જા, શિક્ષણ અને સપ્લાય ચેઇન વિકાસ જેવા ક્ષેત્રોમાં ભારત-અમેરિકા ભાગીદારીને આગળ વધારવામાં સહાય થઈ છે.

26/11 સ્મારક પર શ્રદ્ધાંજલિ
મુંબઈની મુલાકાત દરમિયાન એમ્બેસેડરે 26/11 આતંકવાદી હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ આપી, જ્યાં તેમણે તેમના પ્રયાસોથી અમેરિકાએ આ બાબતમાં સહયોગ આપ્યો હતો અને આ ઘટનામાં મૃત્યુ પામેલાઓની યાદ કરીને કહ્યું:
“May such a tragedy never happen again…”
સર્જિયો ગોર કોણ છે?
સર્જિયો ગોર એક અમેરિકન રાજકીય અને વ્યાવસાયિક વ્યક્તિ છે અને તેઓ દેશના 27મા યુ.એસ. એમ્બેસેડર તરીકે ભારતમાં સેવા આપી રહ્યા છે.
તેમણે 14 જાન્યુઆરી 2026 ના રોજ ભારતમાં એમ્બેસેડર તરીકે પદ ગ્રહણ કર્યું હતું ગોરનો જન્મ 30 નવેમ્બર 1986ના રોજ તશ્કંદ (હાલ ઉઝબેકિસ્તાન)માં થયો હતો અને તેઓ જ્યોર્જ વોશિંગટન યુનિવર્સિટીમાં Political Science & International Affairsનો અભ્યાસ કર્યો છે તેમણે White Houseમાં પ્રેસિડેન્ટિયલ પર્સનલ ઓફિસર સુધીની જવાબદારીઓ નિભાવી છે અને હવે તેઓ ભારત-યુ.એસ. સંબંધને આગળ વધારવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે.
સર્જિયો ગોરની આ મુલાકાત માત્ર એક મુલાકાત નહિ પરંતુ બે દેશો વચ્ચે વધતા ભાગીદારીના પ્રતીક તરીકે જોવા મળી રહી છે. તેઓએ વૈશ્વિક વ્યાપાર, ટેકનોલોજી, સલામતી અને સાંસ્કૃતિક વિનિમય ક્ષેત્રે દિલચસ્પ સિદ્ધાંતો સાથે ઉમદા શરૂઆત કરી છે.






.jpg)








