ગુજરાત હવે ખેલકૂદમાં પણ "ગ્લોબલ હબ" બનીને ઉભરી રહ્યું છે. આવનારા સમયમાં 2030ના વર્ષમાં કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં યોજવા જઈ રહી છે. આગામી સમયમાં 2036માં ભારતમાં ઓલિમ્પિક યોજાય તે માટે પ્રયાસો શરુ થઇ ગયા છે. ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ દ્વારા નેશનલ ઓલિમ્પિક એજ્યુકેશન એન્ડ ડેવલપમન્ટ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે. સાથે જ નેશનલ ઓલિમ્પિક એકેડેમીને ફરી સક્રિય કરવામાં આવી છે. આ નિર્ણય ૮મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ મળી હતી તેમાં લેવાયો છે અને આ પછી , 9મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની જે વાર્ષિક સામાન્ય સભા મળી હતી તેમાં આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી. IOAની આ બંને મિટિંગ અમદાવાદ ખાતે મળી હતી.
હવે વાત કરીએ કે, નેશનલ ઓલિમ્પિક એજ્યુકેશન એન્ડ ડેવલપમન્ટ પ્રોગ્રામ ( NOEDP)ની ભૂમિકા શું હશે?
૧. આ પ્રોગ્રામનું અમલીકરણ નેશનલ સ્પોર્ટ ફેડરેશન અને સ્ટેટ ઓલિમ્પિક એસોસિએશનના સહયોગથી તેનું અમલીકરણ કરવામાં આવશે.
૨. ભારતમાં ઓલિમ્પિક માટે પ્રોત્સાહન મળે તેવું વાતાવરણ ઉભું કરવું
૩. ખેલાડીનો સર્વાંગી વિકાસ થાય સાથે જ તેની કારકિર્દીમાં તેને મદદ કરવામાં આવશે
૪. રમતગમતને લગતી સંસ્થાઓમાં વહીવટને મજબૂત કરવામાં આવશે સાથે જ એક નેતૃત્વ અને પ્રોફેશનાલિઝમનો સંચાર કરવામાં આવશે.
૫. કોચ , અધિકારીઓ , વહીવટદારો માટે કેપેસીટી બિલ્ડીંગ કરવામાં આવશે.

નેશનલ ઓલિમ્પિક એકેડમી (NOA)ને કેમ ફરી સક્રિય કરવામાં આવી છે? નેશનલ ઓલિમ્પિક એકેડમીમાં IOA દ્વારા પ્રેસિડન્ટ તરીકે પી ટી ઉષા અને ડાઈરેકટર તરીકે ગગન નારંગની નિમણુંક કરવામાં આવી છે. NOAની મદદથી ભારતમાં જે ઓલિમ્પિક શિક્ષણ છે તેનો ઓલિમ્પિક ચાર્ટર અને આંતરરાષ્ટ્રીય બેસ્ટ પ્રેક્ટિસીસ સાથે સહયોગ વધારવામાં આવશે. આ સહયોગ એક્સચેન્જ ઓફ નોલેજ , જોઈન્ટ પ્રોગ્રામ , રિસર્ચ ઇનિશિએટિવ અને ગ્લોબલ ઓલિમ્પિક એજ્યુકેશન ફોર્મમાં ભાગ લઇને વધારવામાં આવશે.






.jpg)








