ઈરાનમાં પૂર્વ જનરલ સુલેમાનીની કબર પાસે બે પ્રચંડ બોંબ વિસ્ફોટ, 103 લોકોના મોત, સેંકડો ઘાયલ


  • Published By :
  • Published Date : 2024-01-03 22:26:01

ઈરાનમાં પૂર્વ જનરલ કાસિમ સુલેમાનીની કબર પાસે બુધવારે બે શ્રેણીબદ્ધ વિસ્ફોટ થયા હતા. આ વિસ્ફોટોમાં મૃતકોની સંખ્યા વધીને 103 થઈ ગઈ છે જ્યારે 170 લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. સુલેમાનીની ચોથી પુણ્યતિથિ પર આયોજિત એક કાર્યક્રમને નિશાન બનાવીને આ વિસ્ફોટો કરવામાં આવ્યા હતા. ઈરાનના સરકારી ટેલિવિઝને આ વિસ્ફોટોને આતંકવાદી હુમલા ગણાવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વિસ્ફોટો એવા સમયે થયા છે જ્યારે ઈરાનના સહયોગી અને હમાસના નંબર ટુ કમાન્ડર સાલેહ અલ-અરૌરી પણ બેરૂત ડ્રોન હુમલામાં માર્યા ગયા છે. ઈરાનમાં વિસ્ફોટો કરમાન શહેરમાં સાહેબ અલ-ઝમાન મસ્જિદ પાસે થયા હતા, જ્યાં સુલેમાનીની કબર આવેલી છે અને તેમના મૃત્યુની ચોથી વર્ષગાંઠ પર મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. પહેલો વિસ્ફોટ ઈરાનના કરમાન શહેરમાં પૂર્વ ઈરાની આર્મી જનરલ સુલેમાનીની કબર પાસે થયો હતો. ત્યાર બાદ બીજો વિસ્ફોટ થયો હતો.


આતંકવાદી હુમલો, બોમ્બ અને રિમોટ કંટ્રોલ


કરમાનના ડેપ્યુટી ગવર્નરે આ વિસ્ફોટોને આતંકવાદી હુમલો ગણાવ્યો છે. ઈરાનની સરકારી સમાચાર એજન્સી તસનીમે સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે ઘટનાસ્થળે બે બેગમાં બોમ્બ રાખવામાં આવ્યા હતા, જેમાં વિસ્ફોટ થયો હતો. એવું લાગે છે કે આ બોમ્બ વિસ્ફોટ રિમોટ કંટ્રોલની મદદથી  કરવામાં આવ્યા હતા. કરમાનના મેયર સઈદ તબરીજીનું કહેવું છે કે આ બોમ્બ વિસ્ફોટ 10 મિનિટના અંતરાલમાં થયા હતા. ઘટનાના ઓનલાઈન ફૂટેજમાં વિસ્ફોટ બાદ ભીડમાં જે નાસભાગ મચી છે તે જોઈ શકાય છે.


વિસ્ફોટો બાદ નાસભાગ મચી 


આ વિસ્ફોટો બાદ સ્થળ પર નાસભાગ મચી ગઈ હતી. હાલ મોટી સંખ્યામાં એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે છે. કહેવાય છે કે નાસભાગને કારણે ઘણા લોકો ઘાયલ થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. ઘણા મીડિયા રિપોર્ટસમાં કહેવામાં આવી રહ્યું છે કે કબ્રસ્તાન તરફ જતા રસ્તા પર ગેસના કેટલાય કન્ટેઈનરો ફાટ્યા છે. પરંતુ સ્થાનિક અધિકારીએ હજુ સુધી કોઈ પુષ્ટિ આપી નથી. હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે વિસ્ફોટ ગેસ સિલિન્ડરથી થયો હતો કે અન્ય કોઈ વસ્તુથી. આ ઘટનાને આતંકવાદી હુમલો પણ માનવામાં આવી રહ્યો છે.



પીએમ મોદી ગઈકાલથી ગુજરાતમાં છે. ભાજપ માટે પ્રચાર કરી રહ્યા છે. અનેક લોકસભા બેઠકો પર પીએમ મોદીએ પ્રચાર કર્યો છે. ત્યારે જામનગરમાં તેમણે પ્રચાર કર્યો હતો. સભા પહેલા તે જામસાહેબને મળવા પહોંચ્યા હતા.

ભરૂચ લોકસભા બેઠક પર ભાજપ દ્વારા મનસુખ વસાવાને ટિકીટ આપવામાં આવી છે તો ઈન્ડિયા ગઠબંધન દ્વારા ચૈતર વસાવાને ટિકીટ આપવામાં આવી છે. ત્યારે જમાવટની ટીમે બંને ઉમેદવારને ફોન કરવામાં આવ્યો અને તેમનું વિઝન જાણવાની કોશિશ કરી.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સમય આપણે એટલો બધો વિતાવીએ છીએ કે આપણને ખબર નથી હોતી. મોબાઈલમાં આપણે એટલા બધા વ્યસ્ત હોઈએ છીએ કે આપણને આસપાસ શું થાય છે તેની ખબર નથી હોતી. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે સોશિયલ મીડિયાની દુનિયાને સમર્પિત રચના..

ગુજરાતમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે.. ત્યારે રાજ્યના અનેક ભાગો માટે હિટવેવની આગાહી કરવામાં આવી છે.. પોરબંદર, ભાવનગર, દીવ, કચ્છ, વલસાડ, કચ્છ, મોરબી, જામનગર સહિતના ભાગો માટે હિટવેવની આગાહી કરવામાં આવી છે.