સાઉથ આફ્રિકાથી ભારત પહોંચ્યા 12 ચિત્તાઓ, કુનો નેશનલ પાર્ક બનશે ચિત્તાઓનું ઘર


  • Published By :
  • Published Date : 2023-02-18 14:24:57

આફ્રિકન ચિત્તાનું  બીજું કેન્સાઈનમેન્ટ આજે એટલે 18 ફેબ્રુઆરીએ ભારત આવી પહોચ્યું છે.દક્ષિણ આફ્રિકાથી આવેલા આ ચિત્તાઓને મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં રાખવામાં આવશે. પાંચ મહિના પહેલા આઠ ચિત્તા ભારત આવ્યા હતા ત્યારે ફરી એક વખત 12 ચિત્તાઓ ભારત આવી પહોચ્યા છે.

    

ભારત આવી પહોંચ્યા 12 ચિત્તાઓ  

દક્ષિણ આફ્રિકાથી આવેલા 12 ચિત્તાઓ મધ્યપ્રદેશ પહોંચી ગયા છે. ભારતીય વાયુસેનાનું સી-17 ગ્લોબમાસ્ટર કાર્ગો એરક્રાફ્ટમાં ચિત્તાઓને લવાયા હતા. ભારતમાં ચિત્તાઓને પુનસ્થાપિત કરવા માટેના આંતર સરકારી કરારના ભાગરૂપે શુક્રવારે ભારત આવવા માટે રવાના થઈ ગયા હતા. આ ચિત્તાઓને નામીહિયાના આઠ ચિત્તાઓ સાથે રાખવામાં આવશે. ભૂપેન્દ્ર યાદવે શુક્રવારે ટ્વિટ કરી કહ્યું હતું કે 12 ચિત્તાઓએ ભારતની યાત્રા શરૂ કરી છે. તે શનિવાર સુધીમાં પહોંચી જશે તેવી અપેક્ષા છે. મળતી માહિતી અનુસાર મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ દ્વારા તેમને નેશનલ પાર્કમાં છોડવામાં આવશે.

     




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે