Bhavnagarમાં 17 વર્ષીય કિશોરનું થયું Heart Attackને કારણે મોત, યુવાનોમાં વધતા હાર્ટ એટેકે વધારી સરકારની ચિંતા


  • Published By :
  • Published Date : 2023-10-26 18:16:13

હાર્ટ એટેકના કિસ્સાઓ ગુજરાતમાં સતત વધી રહ્યા છે. યુવાનોને હાર્ટ એટેક ભરખી રહ્યો છે. નવરાત્રીમાં જ 36 જેટલા લોકોના મોત હૃદય હુમલાને કારણે થયા છે. રોજે સમાચાર હાર્ટ એટેકના સામે આવી રહ્યા છે. આજે પણ એવા જ સમાચાર સામે આવ્યા છે. રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી મોતના કિસ્સાઓ નોંધાયા છે. શાળામાં ભણતા વિદ્યાર્થીઓના મોત પણ હાર્ટ એટેકને કારણે થાય છે. ભાવનગરમાં 17 વર્ષના કિશોરને હાર્ટ એટેક આવ્યો છે. નાની ઉંમરે યુવાનોના મોત થવા એ એક ચિંતાનો વિષય છે. ન માત્ર ભાવનગરમાં પરંતુ અનેક  જગ્યાઓથી પર આવા કિસ્સાઓ બન્યા છે.   

One more youth died of heart attack, 17-year-old boy in Bhavnagar died of cardiac arrest while sleeping Heart Attack: હાર્ટ અટેકે વધુ એક યુવકનો લીધો ભોગ, ભાવનગરમાં 17 વર્ષના યુવક ઊંઘમાં જ હૃદય થયું બંધ

17 વર્ષીય કિશોરનું હાર્ટ એટેકને કારણે થયું મોત 

નવરાત્રી દરમિયાન અને તેની પહેલા યુવાનોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. કોરોના બાદ તો હાર્ટ એટેકનો રાફડો ફાટ્યો છે. રાજકોટમાં પણ 45 વર્ષીય વ્યક્તિનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે. રામ પાર્કમાં રહેતા મનીષ રાખોલીયા રાત્રે સૂઈ ગયા પરંતુ તે સવારે ઉઠ્યા નહીં. ઉંઘમાં જ તેમને હાર્ટ એટેક આવ્યો અને તે મોતને ભેટ્યા છે. તે ઉપરાંત ખેડાના વતની અને વડોદરામાં રહેતા મિનેશ જેઠવા નામના વ્યક્તિનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે. તેઓ 47 વર્ષના હતા. મળતી માહિતી અનુસાર તેમને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. સારવાર અર્થે તેમના પરિવારજન તેમને હોસ્પિટલ લઈ ગયા પરંતુ ત્યાં હાજર ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા. 

A 47-year-old man died of a heart attack in Patan Heart Attack: ડાકોરમાં હાર્ટ અટેકે વધુ એક ધબકારને થંભાવી, અચાનક બેભાન થઇ ગયા બાદ થયું મોત

due to heart attack 45 year old man did in rajkot Heart Attack: રાજકોટમાં વધુ એક હૃદય ધબકાર ચૂકી ગયું, હાર્ટ અટેકથી 45 વર્ષની વયે ગુમાવી જિંદગી

નવરાત્રી દરમિયાન 36 જેટલા લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા હતા 

મહત્વનું છે કે કોરોના બાદ યુવાનોમાં હાર્ટ એટેકના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. યુવાનોને કાળરૂપી હાર્ટ એટેક ભરખી રહ્યો છે. નવરાત્રી દરમિયાન પણ ગરબા કરતા કરતા લોકોએ અંતિમ શ્વાસ લીધા છે. નવરાત્રીના નવ દિવસ દરમિયાન 36 લોકો હાર્ટ એટેકનો ભોગ બન્યા છે. ત્યારે આજે પણ અનેક લોકોના મોત હૃહય હુમલાને કારણે થયા છે. તે પહેલા પણ હાર્ટ એટેકના કિસ્સાઓ અંગે આપણે વાંચ્યું છે અને સાંભળ્યું છે. કોઈ ડાન્સ કરતા કરતા તો કોઈ ગરબા ગરબા કરતા મોતને વ્હાલું થઈ રહ્યું છે. કોઈ યોગા કરતા કરતા તો કોઈ કસરત કરતા કરતા હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે. ગઈકાલે પણ જામનગરથી આવા સમાચાર સામે આવ્યા હતા. તેની પહેલા પણ આવી અનેક ઘટનાઓ આપણે જોઈ છે. 


વધતા હાર્ટ એટેકનું કારણ જાણવા સરકારે કમિટીની કરી રચના

યુવાનોમાં વધતા હાર્ટ એટેકને ગંભીરતાથી લેવામાં આવે તે માટે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ચિંતા વ્યક્ત કરી હતી. તે બાદ કોરોના વેક્સિનને લઈ ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે પણ સરકારને તપાસ કરવા વિનંતી કરી હતી. ત્યારે યુવાનોમાં વધતા હાર્ટ એટેકને ધ્યાનમાં રાખી ગુજરાત સરકાર પણ એક્ટિવ થઈ ગઈ છે. હાર્ટ એટેકના કારણોને જાણવા માટે સરકારે નિષ્ણાત ડોક્ટરોની કમિટીની રચના કરી છે. યુ.એન.મહેતાના ચિરાગ દોષીની અધ્યક્ષતામાં આ અંગે તપાસ થશે. મળતી માહિતી અનુસાર આ કમિટીમાં જયેશ શાહ, ડો. ગજેન્દ્ર દુબે, તેમજ પૂજાબેનને સામેલ કરવામાં આવ્યા છે, ગઈકાલે મળેલી કેબિનેટની બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવ્યો છે.  



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.