અમેરિકન એમ્બેસેડર સર્જિયો ગોરે કેમ જય શાહનો આભાર માન્યો?


  • Published By : Parth Vaghela
  • Published Date : 2026-02-08 17:47:44

ભારતમાં અમેરિકાના એમ્બેસેડર સર્જિયો ગોરે પ્લેટફોર્મ એક્સ પર ઈન્ટરનેશલ ક્રિકેટ કાઉન્સિલ અને તેના ચેરમેન જય શાહનો આભાર માન્યો છે. અમેરિકન એમ્બેસેડર સર્જીયો ગોર દ્વારા થોડાક સમય અગાઉ , મુંબઈમાં વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને અમેરિકા વચ્ચે જે ICC T20 વર્લ્ડ કપની મેચ રમાઈ તેમાં હાજરી આપવામાં આવી હતી. સર્જિયો ગોર દ્વારા એ વાતની નોંધ પણ લેવામાં આવી છે કે , અમેરિકામાં ક્રિકેટનું ભવિષ્ય ખુબ ઉજળું છે. 

પ્લેટફોર્મ એક્સ પર સર્જિયો ગોરે લખ્યું છે કે , " #T20WorldCup માં ક્રિકેટની અદ્ભુત સાંજ માટે @ICC અને @JayShah નો આભાર! હું અનુમાન કરું છું કે આગામી ઓલિમ્પિક્સ સહિત યુનાઇટેડ સ્ટેટ્સમાં ક્રિકેટનું ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ છે." અમેરિકાના એમ્બેસેડર સર્જિયો ગોરએ ICCના ચેરમેન જય શાહને મળ્યા હતા. ત્યારબાદ બને વચ્ચે અમેરિકામાં ક્રિકેટના ભવિષ્યને લઇને ચર્ચા કરવામાં આવી હતી. પ્લેટફોર્મ એક્સ પર સર્જિયો ગોર દ્વારા એક બીજી પોસ્ટ કરવામાં આવી હતી જેમાં તેમના દ્વારા લખવામાં આવ્યું હતું કે , " "અમે અમારા વિશ્વ કક્ષાના માળખાગત સુવિધાઓ, સ્ટાર પ્રતિભા અને અદ્ભુત ચાહકો સાથે યુનાઇટેડ સ્ટેટ્સમાં ક્રિકેટના ઝડપી વિકાસ વિશે ચર્ચા કરી" . 

સર્જિયો ગોર ત્યારબાદ , રીલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી સાથે પણ ચર્ચા થઇ હતી. થોડાક સમય અગાઉ , ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ થઇ છે. હવે રમતગમત ક્ષેત્રે પણ બંને દેશો વચ્ચે સબંધો મજબૂત થઇ રહ્યા છે. 




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે