ઉઝબેકિસ્તાનમાં 18 બાળકોના કફ સિરપ પીધા પછી થયા મોત, ભારતની ફાર્મા કંપની પર લાગ્યો આરોપ


  • Published By :
  • Published Date : 2022-12-29 11:39:19

ઉઝબેકિસ્તાનમાં પણ ગાંબિયા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ભારતની એક ફાર્માસ્યુટિકલ કંપની દ્વારા બનાવામાં આવેલી કફ સિરપથી 18 બાળકોના મોત થઈ ગયા છે. ઉઝ્બેકિસ્તાનના સ્વાસ્થ્ય મંત્રીએ જાણકારી આપતા કહ્યું કે ભારતની મૈરિયન બાયોટેક લિમીટેડ દ્વારા બનાવામાં આવેલી કફ સિરપ પીવાને કારણે 18 બાળકોના મોત થયા છે. આ અગાઉ ગાંબિયા દ્વારા પણ આરોપ લગાવામાં આવ્યો હતો કે ભારતની ફાર્માસ્યુટિક્લ કંપની દ્વારા બનાવામાં આવેલી કફ સિરપથી 66 બાળકોના મોત થયા છે. 


ભારતની ફાર્મા કંપની પર લગાવ્યો આરોપ  

કફ સિરપ પીવાને કારણે અનેક બાળકોના મોત થઈ રહ્યા છે તેવી ઘટનાઓ બની રહી છે. થોડા સમય પહેલા ગાંજીયામાં ભારતની ફાર્મા કંપની દ્વારા બનાવામાં આવેલી કફ સિરપનું સેવન કરતા 66 બાળકોની મૃત્યુ થઈ ગયા હતા. જ્યારે આવી જ એક ઘટના ઉઝ્બેકિસ્તાનમાં બની છે. ઉઝ્બેકિસ્તાન દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે ભારતની ફાર્મા કંપની મૈરિયન બાયોટેક લિમીટેડ દ્વારા બનાવામાં આવેલી કફ સિરપનું સેવન કર્યા બાદ બાળકોના મોત થયા છે. 


WHOએ આપી સહયોગ કરવાની ખાતરી 

આવી ઘટના બનવાને કારણે વિશ્વ આરોગ્ય સંસ્થાએ ઉજ્બેકિસ્તાનને ખાતરી આપી છે કે તે ઉજ્બેકિસ્તાનની મદદ કરશે. ઉપરાંત આ ઘટનાને લઈ તપાસ પણ કરાવશે તેવી ખાતરી WHOએ આપી છે.     




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે