છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેકને આજે પૂર્ણ થયા 350 વર્ષ! પીએમ મોદીએ વીડિયો શેર કરી પાઠવી શુભકામના, કહ્યું...


  • Published By :
  • Published Date : 2023-06-02 14:31:45

છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેકને આજે 350 વર્ષ પૂર્ણ થયા છે. અનેક રાજ્યોમાં આને લઈ ઉજવણી થઈ રહી છે ખાસ કરીને મહારાષ્ટ્રમાં આને ઉત્સવની જેમ મનાવવામાં આવે છે. આ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંદેશા દ્વારા અભિનંદન પાઠવ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે આજનો દિવસ સમગ્ર મહારાષ્ટ્રમાં તહેવાર તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. છત્રપત્તિ શિવાજી મહારાજનો રાજ્યાભિષેક થયો ત્યારે તેમાં સ્વરાજનો પડકાર અને રાષ્ટ્રવાદનો ઉલ્લાસ હતો. આજે છત્રપતિ શિવાજી મહારાજના વિચારોનું પ્રતિબિંબ એક ભારત શ્રેષ્ઠ ભારતની દ્રષ્ટિમાં જોઈ શકાય છે.

  

વીડિયો દ્વારા પીએમ મોદીએ પાઠવી શુભકામના!           

350 વર્ષ પહેલા આજના દિવસે છત્રપતિ શિવાજી મહારાજનો રાજ્યાભિષેક થયો હતો. આટલા વર્ષો વીતિ ગયા પરંતુ આજે પણ છત્રપતિ શિવાજી મહારાજને લઈ લોકોમાં આદર અને સન્માન દેખાય છે. મહારાષ્ટ્રમાં તો શિવાજી મહારાજ માટે અલગ જ સન્માન જોવા મળે છે. ત્યારે આજના દિવસને લઈ મહારાષ્ટ્રમાં વિશેષ ઉજવણી થઈ રહી છે. ઉત્સવ મનાવાઈ રહ્યો છે. આ દિવસ નિમીત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો સંદેશો આપ્યો છે. વીડિયો દ્વારા તેમણે આ દિવસની શુભકામના પાઠવી છે.  

ગુલામીની માનસિકતાનો અંત આવ્યો! 

વીડિયોમાં પીએમ મોદીએ કહ્યું કે આજનો દિવસ સમગ્ર મહારાષ્ટ્રમાં તહેવાર તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. છત્રપત્તિ શિવાજી મહારાજનો રાજ્યાભિષેક થયો ત્યારે તેમાં સ્વરાજનો પડકાર અને રાષ્ટ્રવાદનો ઉલ્લાસ હતો. આજે છત્રપતિ શિવાજી મહારાજના વિચારોનું પ્રતિબિંબ એક ભારત શ્રેષ્ઠ ભારતની દ્રષ્ટિમાં જોઈ શકાય છે. શિવાજી મહારાજ ગુલામીની માનસિકતાનો અંત લાવ્યા. વધુમાં તેમણે કહ્યું કે છત્રપતિ શિવાજી મહારાજનો રાજ્યાભિષેક દિવસ નવી ચેતના, નવી ઉર્જા લઈને આવ્યો છે. છત્રપતિ શિવાજી મહારાજનો રાજ્યાભિષેકએ સમયનો અદ્ધુત અને વિશેષ પ્રકરણ છે. રાષ્ટ્રીય કલ્યાણ અને જન કલ્યાણ તેમના શાસનના મૂળભૂત તત્વો રહ્યા છે. આજે હું છત્રપતિ શિવાજી મહારાજના ચરણોમાં પ્રણામ કરૂં છું. 



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.