હરિયાણામાં બનેલાં 4 કફ સિરપને WHOએ ગણાવી જીવલેણ, અનેક દેશોમાં ચાલી રહ્યું છે દવાનું વેચાણ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-07 09:46:11

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠવે ભારતમાં બનારી કફ સિરપ માટે એલર્ટ જાહેર કર્યું છે. ભારતીય મેડેન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ દ્વારા બનાવવામાં આવેલી કફ સિરપ વિશે એલર્ટ કરી દીધા છે. દવાને કારણે બાળકોની કિડની પર ગંભીર અસર પડી રહી છે. WHOના કહેવા પ્રમાણે ગામ્બિયામાં 66 બાળકોના મોત આ દવાને કારણે થયા હોઈ શકે છે. આ ચાર દવાઓના નામ આ પ્રમાણે છે -  Promethazine Oral Solution, Kofexmalin Baby Cough Syrup, Makoff Baby Cough Syrup और Magrip N Cold Syrup. 

 

WHOએ આપી DCGIને ચેતવણી 

મેડિકલ પ્રોડક્ટ જાહેર કરી WHOએ કહ્યું કે આ માત્ર ગામ્બિયા જેવા દેશો માટે જ નહીં, ભારત માટે પણ ખૂબ ગંભીર છે.  66 બાળકોના મોત પાછળ આ દવાઓ જવાબદાર હોઈ શકે છે તેવું પ્રામથિક તપાસમાં સામે આવ્યું છે. જેને કારણે WHOએ DCGIને આ 4 ચાર કફ સિરપ અંગે ચેતવણી આપી છે. ભારતની કંપનીનું નામ આ પ્રકરણમાં આવતા કેન્દ્ર સરકારે હરિયાણા સ્થિત ફાર્માસ્યુટુકલ ફર્મ દ્વારા બનવામાં આવેલી દવા અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.       



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે