દેશના 78% વૃધ્ધો પાસે નથી પેન્શન, NITI આયોગે કરી અનિવાર્ય બચત યોજનાની ભલામણ


  • Published By :
  • Published Date : 2024-02-20 14:30:58

નીતિ આયોગે કેન્દ્ર સરકારને વૃધ્ધોને નિવૃતિ પેન્શન આપવાની ભલામણ કરી છે. હાલ દેશમાં 78 ટકા સીનિયર સિટિજન્સની પાસે પેન્શનનો સહારો પણ નથી. 60 વર્ષથી ઉપરના માત્ર 18 ટકા લોકો પાસે હેલ્થ ઈન્સ્યોરન્સ છે. માત્ર 13 ટકા વૃધ્ધો પાસે આરોગ્ય સંબંધિત ખર્ચા કાઢી શકાય તેટલા નાણા છે. આજ કારણે નીતિ આયોગે કહ્યું છે કે રિટાયરમેન્ટ બાદ વૃધ્ધોની આર્થિક સ્થિતી ખરાબ થવાનો તોળાઈ રહ્યો છે. 


NITIની રિપોર્ટ જાહેર


દેશના NITI આયોગે એક રિપોર્ટ જાહેર કરી છે. 'સિનિયર કેયર રિફોર્મન્સ ઈન ઈન્ડિયા- રીઈમેજિનિંગ ધ સિનિયર કેયર પેરાડાઈમ' નામની આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વૃધ્ધો માટે એક નેશનલ પોર્ટલ બનાવવા જોઈએ. જેથી તે પોતાની જીવન જરૂરીયાતો પૂરી કરી શકે. તેમાં કહેવામાં આવ્યું છે કે હાલ 12.8 ટકા લોકો 60 વર્ષથી વધુ વયના છે. વર્ષ 2031 એવા લગભગ 13.2 ટકા અને 2050 સુધી આ આંકડો લગભગ 19 ટકા થઈ જશે.  વર્ષ 2021થી 2031 વચ્ચે ડિપેન્ડેન્સી રેશિયો 15.7 ટકાથી વધીને 20.1 ટકા થવાનું અનુમાન વ્યક્ત કરતા કહેવામાં આવ્યું છે કે વર્કિંગ પોપ્યુલેશનની આર્થિક જવાબદારીઓ વધશે. 


શું કહ્યું નીતિ આયોગે?


નીતિ આયોગના જણાવ્યા પ્રમાણે ભારતમાં સોશિયલ સિક્યોરિટી ફ્રેમવર્કની મર્યાગા સમિત છે. મહત્તમ વૃધ્ધો તેમની બચતની રકમ પર નિર્ભર છે, પરંતુ વ્યાજ દરોમાં વધ-ઘટથી તેમની આવક પર અસર થાય છે. અને તેમની જરૂરિયાતો પુરી કરવી મુશ્કેલ બની જાય છે. સરકારે આ માટે રિવર્સ મોર્ગેજના નિયમોમાં પણ જરૂરી ફેરફાર કરવો જોઈએ, જેથી વૃધ્ધો માટે લિક્વિડીટી વધી શકે. રિવર્સ મોર્ગેજ દ્વારા વૃધ્ધો તેમની પ્રોપર્ટીમાં રહેવાની સાથે જ તેના પર લોન લઈ શકે છે, તથા એક નક્કી કરેલી માસિક રકમ મેળવી શકે છે.   


અસંગઠિત સેક્ટરના વૃધ્ધોને મળે પેન્શનનો હક


NITI આયોગે કહ્યું છે કે અસંગઠિત સેક્ટરના વૃધ્ધોને પણ પેન્શન સપોર્ટ મળવો જોઈએ, મોંઘવારીને જોતા પેન્શનની રકમમાં ફેરફારની પણ જરૂરીયાત છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં વૃધ્ધોને પણ સામેલ કરવા જોઈએ, અને તેનું કવરેજ અનેક નોન-મેડિકલ ચીજો સુધી વધારતા ઘરમાં જ ઉભી થનારી હેલ્થથી સંબંધિત જરૂરિયાતોને પણ પુરી કરવી જોઈએ. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.