ગોવામાં કોંગ્રેસ સાવ નવરી થઈ ગઈ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-15 11:04:45

એક તરફ રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી કોંગ્રેસને ફરી બેઠુ કરવાની કોશિશ કરી રહ્યા છે, તો બીજી તરફ ગોવાના રાજકારણમાં મોટો ફેરફાર થયો છે. ગોવા કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું છે. ગોવાના પૂર્વ મુખ્યમંત્રી દિગંબર કામત સહિત કોંગ્રેસના આઠ ધારાસભ્યો ભાજપમાં જોડાયા છે. ગોવામાં કોંગ્રેસના માત્ર 11 ધારાસભ્યો છે જેમાંથી 8 ધારાસભ્યોએ કોંગ્રેસનો છેડો ફાડતા કોંગ્રેસને ભારે નુકસાન થયું છે. ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સામંત અને ભાજપ પ્રદેશ પ્રમુખની હાજરીમાં ધારાસભ્યો ભાજપમાં સામેલ થયા હતા.

8 ધારાસભ્યોએ ધારણ કર્યો કેસરિયો

કન્યાકુમારીથી કાશ્મીર સુધી રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. આ યાત્રા કરી કોંગ્રેસના કાર્યકર્તાઓમાં નવો ઉત્સાહ ભરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. ત્યારે યાત્રા દરમિયાન ગોવામાંથી 8 ધારાસભ્યોએ કોંગ્રેસમાંથી વિદાય લઈ કેસરિયો ધારણ કરી લીધો છે.

Congress cracks in Goa, 8 of its 11 MLAs join BJP | Cities News,The Indian  Express

દિગંબર કામત, દેલિલા લોબો, કેદાર નાઈક, માઈકલ લોબો, રાજેશ ફલદેસાઈ, સંકલ્પ અમોનકર, એલિક્સો સિક્વિરિયા, રૂડોલ્ફ ફર્નાન્ડિઝએ કેસરિયો ધારણ કરતા ભાજપના સમર્થન આવ્યા છે. ભાજપની ટીકા કરનાર કોંગ્રેસના ધારાસભ્યોએ ભાજપનો ખેસ ધારણ કરતા જ કોંગ્રેસનો વિરોધ શરૂ કરી દીધો છે. ગોવાના પૂર્વ મુખ્યમંત્રી દિગંબર કામતે કહ્યું કે મને ઈશ્વરે કહ્યું કે શ્રેષ્ઠ કામ કરે છે તે કર, અને એટલું જ હું ભાજપમાં જોડાયો છું.    

ગોવામાં વધ્યો ભાજપનો દબદબો

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી લોકસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસને જોડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ભારત જોડો યાત્રા કરી રહ્યા છે ત્યારે અનેક જગ્યાએ પર કોંગ્રેસના ધારાસભ્યો તેમજ દિગ્ગજ નેતાઓ કોંગ્રેસનો છેડો ફાળી રહ્યા છે. આ 8 ધારાસભ્યો ભાજપમાં જોડાતા 40 સીટો ધરાવતા ગોવા વિધાનસભામાં મોટો ફેર બદલ થઈ ગયો છે. આ સાથે જ ભાજપની 28 બેઠક, 2 એમજીપી, ત્રણ અપક્ષ, કોંગ્રેસના 3, આપના 2, જીએફપીના 1, અને આરજીપીના 1ના ધારાસભ્યો થઈ ગયા છે. ત્યારે ભારત જોડો યાત્રા કરતા રાહુલ ગાંધીએ કોંગ્રેસને જોડવાનો પ્રયત્ન કરવો જોઈએ તેવું નિષ્ણાંતોનું માનવું છે.



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.