પાકિસ્તાનમાં મકાનની છત ધરાશાયી થતાં પરિવારના 9 લોકોના મોત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-09 22:00:12


ઉત્તરી પાકિસ્તાનમાં એક કાચા મકાનની છત ધરાશાયી થતાં એક પરિવારના નવ લોકોનાં મોત થઈ ગયા હતા. પાકિસ્તાન મીડિયાના જણાવ્યા મુજબ દુર્ઘટના ગિલગિટ બાલ્ટિસ્તાન વિસ્તારના ચિલાસ શહેરમાં થઈ હતી. દુર્ઘટનામાં એક રેસ્ટોરાંના વેઈટરની પત્ની, ચાર પુત્રો અને ચાર પુત્રીઓના મોત થયા છે. દુર્ઘટના સમયે વેઈટર કામ પર ગયો હતો. મૃત્યુ પામેલા ભાઈ-બહેનોની ઉંમર 2થી 12 વર્ષની અંદર હતી.   

ઈસ્લામાબાદના શૉપિંગ મૉલમાં લાગી આગ

પાકિસ્તાનના ઈસ્લામાબાદના એક શોપિંગ મૉલમાં આગ લાગી હતી. હાલ મૉલ અંદરના લોકોને બહાર કાઢી લેવામાં આવ્યા છે. પાકિસ્તાની મીડિયાના રિપોર્ટ અનુસાર ફાયરવિભાગની ગાડીઓ પહોંચી હતી અને તડામાર કામગીરી કરી હતી. 






લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન અનેક વખત એવા નિવેદનો સામે આવતા હોય છે જેની ચર્ચા થતી હોય છે. ત્યારે પીએમ મોદીએ એક સબામાં રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે.

ઘણા લોકો એવા હોય છે જેમને મૌન રહેવું ગમે છે.. જ્યારે કવિને પૂછવામાં આવે કે તમને સૌથી વધારે કોની સાથે રહેવાનું પસંદ છે તો તે કહે છે મૌન સાથે ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે આદિલ મન્સુરીની રચના .

ગઈકાલથી એક બાદ એક નેતાઓના પત્રોની ખૂબ ચર્ચા થઈ રહી છે.. પહેલા કુમાર કાનાણીનો પત્ર આવ્યો, પછી સંજય કોરડીયાનો પત્ર સામે આવ્યો અને પછી અમરેલીના ભાજપ ઉમેદવાર ભરત સુતરીયાનો પત્ર સામે આવ્યો.

ભર ઉનાળે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. કમોસમી વરસાદને કારણે જગતના તાતને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. આવનાર દિવસમાં તાપમાનનો પારો વધશે તેવી વાત કરવામાં આવી હતી પરંતુ લોકોની એની રાહ જોઈ રહ્યા છે કે ચોમાસું ક્યારે બેસશે? ચોમાસાના આગમનને લઈ હવામાન વિભાગ દ્વારા મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે.