કેન્દ્રમાં આવ્યે ભાજપ સરકારને પૂર્ણ થયા 9 વર્ષ, પીએમ મોદી સહિતના નેતાઓએ આ કરી ટ્વિટ, ભાજપે આ નિમિત્તે વીડિયો કર્યો શેર!


  • Published By :
  • Published Date : 2023-05-30 16:08:30

ભાજપ સરકારને કેન્દ્રમાં આવ્યે આજે 9 વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે. 9 વર્ષ પૂર્ણ થયા થતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું છે. પીએમ મોદીએ ટ્વિટ કર્યું કે આજે જ્યારે રાષ્ટ્રની સેવામાં 9 વર્ષ પૂર્ણ કર્યા. દરેક નિર્ણય, દરેક પગલું લોકોના હીત માટે લેવાયા. વિકસીત ભારતના નિર્માણ માટે વધુને વધુ મહેનત કરતા રહીશું. પીએમ મોદી સિવાય અમિત શાહે પણ આને લઈ ટ્વિટ કર્યું હતું. શાહે લખ્યું કે મોદી સરકારના 9 વર્ષ સુરક્ષા, રાષ્ટ્રીય ગૌરવ, વિકાસ અને ગરીબ કલ્યાણના અભૂતપૂર્વ 9 વર્ષ રહ્યા. તે સિવાય બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ લખ્યું કે મોદી સરકારના 9 વર્ષ સેવા, સુશાસન અને ગરીબોના કલ્યાણના રહ્યા.

  

અજમેરમાં પીએમ મોદી કરશે સંબોધન! 

2014માં ભાજપની કેન્દ્રમાં સરકાર બની હતી. 30મે 2023ના રોજ કેન્દ્રમાં ભાજપને આવ્યે 9 વર્ષ પૂર્ણ થઈ ગયા છે. પાર્ટીના દિગ્ગજ નેતાઓએ ટ્વિટ કર્યું હતું. ત્યારે લોકો સુધી પહોંચવા માટે 30 મેથી 30 જૂન વચ્ચે સમગ્ર દેશમાં જનસંપર્ક અભિયાન ચલાવામાં આવશે. સમગ્ર દેશમાં 50થી વધુ રેલીઓનું આયોજન કરવામાં આવશે. મળતી માહિતી અનુસાર 31મેના રોજ અજમેર ખાતે પીએમ મોદી રેલી સંબોધવાના છે. 

દેશભરમાં ચલાવાશે જનસંપર્ક અભિયાન! 

ભાજપે લોકસભા ચૂંટણીને લઈ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ વખતે પણ ભાજપનો વિજય થાય તે માટે તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. લોકો સુધી પહોંચવા માટે અલગ અલગ નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે. પીએમ મોદી સિવાય જે.પી.નડ્ડા, ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથસિંહ સહિતના નેતાઓને જવાબદારી સોંપવામાં  આવી છે. જનસંપર્ક અભિયાનમાં ભૂમિકા નિભાવશે. બીજેપી દ્વારા એક વીડિયો પણ શેર કરવામાં આવ્યો છે જેમાં સરકાર દ્વારા કરવામાં આવેલા કામોને ગણાવવામાં આવ્યા છે. 30 મેથી 30 જૂન વચ્ચે સમગ્ર દેશમાં જનસંપર્ક અભિયાન ચલાવામાં આવશે. 

ભાજપ સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણયો!

9 વર્ષના સમયકાળ દરમિયાન ભાજપ દ્વારા અનેક એવા નિર્ણય લેવામાં આવ્યા હતા જેણે બધાને અચંબિત કરી દીધા હતા. દેશમાં GST લાગુ કરવામાં આવ્યો હતો, તે સિવાય નોટબંધી જેવા નિર્ણયો પણ મોદી સરકાર દ્વારા લેવાયા હતા. તે સિવાય જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવી દીધી હતી. સર્જીકલ સ્ટ્રાઈક કરવામાં આવ્યું હતું. ભાજપ દ્વારા વીડિયો શેર કરવામાં આવ્યો છે.  



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.