ઈન્ડોનેશિયા સંસદમાં વિધેયક પસાર થયું જેમાં એસ્ટ્રા મેરેટિયલ અફેર રાખવા પર થશે સજા


  • Published By :
  • Published Date : 2022-12-06 15:30:06

આજકાલ અનેક લોકો લીવ ઈન રિલેશનસિપ તથા એકસ્ટ્રા મેરેટિયલ અફેર રાખતા હોય છે. આ વસ્તુને રોકવા ઈન્ડોનેશિયા સરકારે એક વિધેયક પાસ કર્યો છે. આ નવા નિયમ અંતર્ગત એકસ્ટ્રા મેરેટીયલ અફેર રાખવુએ કાનુની અપરાધ ગણવામાં આવશે. ઉપરાંત સજા પણ થઈ શકે છે જો માતા-પિતા, પત્ની આ બાળકો આ અંગે ફરિયાદ કરે તો. આ નિયમ ઈન્ડોનેશિયામાં રહેતા નાગરિકો તેમજ વિદેશ ગયેલા લોકો પર આ કાનૂન લાગુ થશે.

Man beats up wife for extramarital affair; he and his paramour arrested -  OrissaPOST

કાયદાનું ઉલ્લંઘન થશે તો કરાશે સજા  

કાયદા અને માનાવધિકાર મંત્રાલયના જણાવ્યા મુજબ સર્વસમ્મતિ પછી આ સંશોધન લાગુ કરવામાં આવી રહ્યું છે. આ સંસોધન લાગુ થાય તે માટે રાષ્ટ્રપતિના હસ્તાક્ષર અનિવાર્ય છે. હસ્તાક્ષર થયા પછી તરત જ આ કાયદોને લાગુ નહીં થાય. આ કાયદાને પૂર્ણ રીતે લાગુ કરવામાં  અંદાજીત ત્રણ વર્ષ જેટલો સમય લાગી શકે છે. આ ઉપરાંત આ કાયદા હેઠળ લીવ ઈન રિલેશનશિપ પણ આના દાયરામાં આવશે. આ કેસમાં અંદાજીત 6 મહિના જેટલી સજા થઈ શકે છે. ગર્ભપાત પણ એક અપરાધ છે.   




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.