આ દેશની સંસદમાં રજૂ થવાનું છે એવું વિધેયક જેમાં ઓફિસ કલાકો બાદ બોસનો ફોન ઉપાડવો ફરજિયાત નહીં રહે...! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-02-08 10:50:49

જોબથી કંટાળીને આપણે જ્યારે ઘરે આવતા હોઈએ છીએ ત્યારે અનેક વખત એવું બનતું હોય છે કે ઓફિસના કલાકો બાદ બોસ ફોન કરે અને આપણે તેમનો ફોન ઉપાડવો પડે છે. ઘણી વખત એવું થતું હોય છે કે ફોન નથી ઉપાડવો પરંતુ જોબ પર આની અસર પડી શકે છે તેવું વિચારીએ છીએ અને અંતે કમને ફોન રિસીવ કરીએ છીએ. સામાન્ય રીતે ઘણા લોકો સાથે આવું જ થતું હશે.. પરંતુ હવે વર્કિંગ અવર્સ બાદ બોસનો ફોન ઉપાડવો ફરજિયાત નથી તેવું બિલ સંસદમાં રજૂ થવાનું છે. તમને શાંતિ થઈ હશેને આ વાક્ય સાંભળીને પરંતુ આ બિલ આપણી સંસદમાં નહીં પરંતુ ઓસ્ટ્રેલિયાની સંસદમાં રજૂ થવાનું છે તેવી માહિતી મીડિયા રિપોર્ટ દ્વારા આપવામાં આવી છે. .     



ઓફિસના કલાકો બાદ બોસનો ફોન ઉપાડવો જરૂરી નથી!

આપણામાંથી અનેક લોકો જોબ કરતા હશે. જોબ કરી ઘરનું પોષણ કરતા હશે. અનેક લોકોને જોબ ગમતી હોય છે પરંતુ અનેક લોકોને જોબ મજબૂરીને કારણે કરતા હશે. કોઈ વખત બોસ કંઈક બોલે તો સહન કરી લેતા હોય છે. ઓફિસના કલાકો પૂર્ણ થાય બાદ પણ અનેક વખત બોસનો ફોન આવવાને કારણે કામ કરવું પડતું હોય છે. પરંતુ હવેથી ઓફિસના કલાકો બાદ બોસનો ફોન ઉપાડવો ફરજિયાત નથી તેવું વિધેયક લાવવાની તૈયારી સંસદમાં થઈ રહી છે. 




કર્મચારીના હિતોમાં લેવાઈ શકે છે નિર્ણય!

આ વિધેયક લાવવાની તૈયારી ભારતના સંસદમાં નહીં પરંતુ ઓસ્ટ્રેલિયાની સંસદમાં થઈ રહી છે તેવી માહિતી સામે આવી છે. મીડિયા રિપોર્ટ અનુસાર આ સપ્તાહે કર્મચારીઓના હિતોની રક્ષા માટે નવું વિધેયક લવાઈ રહ્યું છે. જો આ વિધેયક પસાર થઈ જશે તો ઓફિસના કલાકો પૂર્ણ થયા બાદ કર્મચારીએ બોસનો કોલ રિસીવ કરવાનું ફરજિયાત નહીં રહે. જો કોઈ અધિકારી કર્મચારીને ફરજ પૂરી થયા બાદ કોઈ પ્રકારનું કામ કરાવા માટે કર્મચારીને જો કોઈ દબાણ કરશે તો તેને તોતિંગ દંડ પણ ચૂકવવો પડશે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ વિધેયકને પસાર થવામાં વાર નહીં લાગે કારણ કે વિપક્ષી પણ આ વિધેયકના સમર્થનમાં હોય તેવું લાગી રહ્યું છે.


પર્સનલ લાઈફ પર પણ પડે છે ગંભીર અસર 

કર્મચારીઓને તેમના ઉપકરણોને બંધ કરવાનો અધિકાર આપતા સમાન કાયદા ફ્રાન્સ, સ્પેન અને યુરોપિયન યુનિયનના અન્ય દેશોમાં પહેલેથી જ છે. મહત્વનું છે કે અનેક વખત એવું જોવામાં આવ્યું છે ઘરે ગયા બાદ જો બોસનો અથવા તો ઓફિસમાંથી ફોન આવે છે તો વાતાવરણ ખરાબ થઈ જતું હોય છે. જે ટાઈમ કર્મચારીને પરિવારને આપવાનો હોય છે તે ટાઈમ તે નથી આપી શકતો જેને કારણે પર્સનલ લાઈફ પર પણ આની અસર થતી હોય છે. 



"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે

"પેલેટ ગનથી ઘાયલ થયેલા લોકોનો દિલ્હી સરકાર ઈલાજ કરાવે." આ શબ્દો છે સુપ્રીમ કોર્ટના. આજે CJI સૂર્યકાન્ત , ન્યાયમૂર્તિ જોયમાલ્યા બાગચી અને ન્યાયમૂર્તિ વી મોહનાની બેન્ચ દ્વારા ૨૦મી જુલાઈના રોજ પ્રદર્શનકારીઓ પર જે લાઠીચાર્જ થયો તેની પર સુનાવણી હાથ ધરાઈ છે. ૨૦મી જુલાઈના રોજ જયારે પ્રદર્શનકારીઓ દ્વારા સંસદ કૂચ કરવામાં આવી ત્યારે સુરક્ષાદળો દ્વારા ખુબ મોટાપાયે પેલેટગનનો હુમલો કરાયો છે જેમાં , ઘણા પ્રદર્શનકારીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે.