પુલ પડે, માણસ મરે અને કોઈક કવિતા લખે! લોકોના આક્રોશની કવિતાને વિસ્તારથી સમજો!


  • Published By :
  • Published Date : 2023-10-24 18:02:28


સોશિયલ મીડિયા પર કોઈકે લખેલું આ વાઈરલ થઈ રહ્યું છે. આ લખાણના પરીપ્રેક્ષ્ય તમને સમજાવવા છે. જેને આપણે કહીએ છીએ ને કવિતા વિસ્તારથી સમજો.

ઢોરની ઢીંકે મરો વાક્યમાં કવિ દરરોજ અનિયંત્રીત બનતા આખલા વિશે કહેવા લાગે છે. રસ્તા પર નીકળ્યા હોવ, 5 મિનિટમાં ઝેરોક્ષ લઈને આવુ્ એમ કહીને નીકળેલો માણસ લાશ બનીને ઘરે આવે તો તમે શું કરી શકો.... 


કુતરાની મોતે મરોના તો અનેક અર્થ થાય છે પણ છેલ્લા દસેક દિવસથી મીડિયામાં સતત અહેવાલો આવતા હતા કે રખડતાં શ્વાન બેફામ બન્યા છે. ઉપરથી હડકવાના કારણે માણસો મરે છે પણ કોઈ ખાસ નિરાકરણ આવ્યું નહીં. વાઘબકરી ગૃપના ડિરેક્ટર જે પોતે જીવદયાના હિમાયતી હતા એ નીકળ્યા, રસ્તામાં પાછળ કુતરાં પડ્યા, બચાવમાં દોડવા ગયા, પટકાયા, હેમરેજ થયું અને હવે દુનિયમાં નથી.


પુલ માથે પડેને મરોનું ઉદાહરણ અને ઘા બંને તાજા છે અને એટલે એમાં તો પરિવારનો કલ્પાંત જ તમને બતાવી દઈએ.  


ભેળસેળની પરાકાષ્ઠા સમજાવવા તો કલાક ઓછો પડે. તમે કલ્પના ના કરી શકો એ પદાર્થો પણ નકલી છે. નકલી પીએસઆઈ, અધિકારી, નેતા, પત્રકાર, પોલીસ બધું સાંભળ્યું જ છે, નકલી ઘી, દૂધ, તેલ, ચીઝ, બટર, જીરૂ અને ગણું બધું. શોધ્યું શોધાય નહીં. સમજ્યે સમજાય નહીં એવી ભેળસેળની માયાજાળ પણ અંત શું.... તો કહે મરો!
ડ્રગ્ઝના રવાડે મરોમાં તો આજે જ ગૃહરાજ્યમંત્રીએ દાવો કર્યો છે મોટો. મરવાનું થોડી વાર બાજુ પર મુકીને એમને સાંભળીએ.

હલકો દારૂ પીને મરોમાં પણ અમારી પાસે તાજુ જ ઉદાહરણ છે લગભગ દરેક ગામોમાં ચાલતા દારૂના ભઠ્ઠાને ટુંકમાં સમજાવતો અમારો રિપોર્ટ. સંક્ષીપ્તમાં જોઈલો


ઝુલતા પુલથી મરતા લોકોની પીડાં તો વારંવાર બતાવી, અને પીડા આપનારની પીડા જોઈને વિચલીત થતા સંતો, નેતાઓ પણ તમે જોઈ જ રહ્યા છો. બધાનો અર્ક નીકળે છે રીબાઈ રીબાઈને મરો ત્યાં સુધી. 


તમારી સુરક્ષાની જવાબદારી હવે તમે જ ઉપાડો!


લોકશાહીમાં સરકાર ચૂંટવાનો એક મતલબ થાય છે ભરોસો કરવો. 156 બેઠક આવે કે ભાજપ પ્રમુખની મહેચ્છા પ્રમાણે 182 બેઠક આવે. મુખ્ય વાત છે સામાન્ય માણસનો જમતી, ચાલતી, બોલતી, કોઈક પુલ પરથી પસાર થતી કે ઈવન ઘરની બહાર નીકળતી વખતે સરકાર પર ભરોસો રહેવો. અને એ ભરોસાની ભેંસ છેલ્લા કેટલાક સમયથી કેટલી વાર પાડાને જણી રહી છે એ આંકડાઓમાં અમારે પડવું નથી. તમારી સુરક્ષાની જવાબદારી હવે તમારે જ ઉપાડવી પડશે! 


ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે