સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે. વર્ષ 2018માં બિટકોઈન ખંડણી અને અપહરણ મામલામાં દોષિત ઠેરવવાના ACB કોર્ટના આદેશને અમરેલીના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાએ ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યો હતો. અમદવાદ ACB કોર્ટે બિલ્ડર શૈલેષ ભટ્ટનું ગાંધીનગરમાંથી અપહરણ કરી તેમની પાસેથી 12 કરોડ રૂપિયાના 200 બિટકોઈન પડાવવાના મામલામાં નલિન કોટડિયા અને PI અનંત પટેલ , કોન્સ્ટેબલો સહીત ૧૪ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી. નલિન કોટડિયાએ તેમને અપાયેલી સજા પર સ્ટેની માંગ સાથે પણ એક અરજી ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરી હતી.
ACB કોર્ટે , આરોપીઓને સજા જાહેર કરવાની સાથે હોસ્ટાઇલ થયેલા ૨૫ વ્યક્તિ સામે કાનૂની કાર્યવાહી કરવાનો નિર્દેશ પણ આપ્યો હતો. તે ઉપરાંત એક આરોપીને પુરાવાના અભાવે નિર્દોષ છોડવામાં આવ્યો હતો. તો હવે ગુજરાત હાઇકોર્ટે પૂર્વ MLA નલિન કોટડીયાને પણ ૫૦ હજારના બોન્ડ ઉપર જામીન આપવામાં આવ્યા છે. હવે વાત કરીએ , આ આખા કેસની તો , આ કૌભાંડની શરૂઆત 2018માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટથી થઈ હતી. શૈલેષ ભટ્ટ પર આરોપ હતો કે તેણે સુરતના ધવલ માવાણી પાસેથી 150 કરોડના બિટકોઈન, 11,000 લાઇટકોઈન અને 14.5 કરોડ રૂપિયાની ખંડણી ઉઘરાવી હતી. આ રકમ તેણે બીટ કનેક્ટ કંપનીના હોદ્દેદારોનું અપહરણ કરીને મેળવી હતી. શૈલેષ ભટ્ટે આ બિટકોઈન મેળવ્યાની જાણકારી તત્કાલીન ધારાસભ્ય નલિન કોટડિયા અને તેમના સાથીઓ કેતન પટેલ અને કિરીટ પાલડિયાને થઈ. આ ત્રણેયે શૈલેષ ભટ્ટ પાસેથી બિટકોઈન પડાવી લેવાનો પ્લાન બનાવ્યો. આ યોજનામાં કેતન પટેલ અને નલિન કોટડિયાએ અમરેલી પોલીસના તત્કાલીન એસ.પી. જગદીશ પટેલ સાથે હાથ મિલાવ્યા. યોજના મુજબ, શૈલેષ ભટ્ટનું ગાંધીનગરથી અપહરણ કરી તેને એક ફાર્મ હાઉસમાં ગોંધી રાખવામાં આવ્યો. આ દરમિયાન તેની પાસેથી પહેલાં સીબીઆઈ ઇન્સ્પેક્ટર સુનીલ નાયર દ્વારા અંદાજે રૂ. 5 કરોડ રોકડા પડાવ્યા હતા.
આ મામલાની ફરિયાદ નોંધાતા સીઆઈડી ક્રાઈમે તપાસ હાથ ધરી અને તમામ આરોપીઓની ધરપકડ કરી. આ કેસ અમદાવાદની સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટની એસીબીની વિશેષ અદાલતમાં ચાલ્યો હતો. હવે વાત કરીએ, અમરેલીના પૂર્વ MLA નલિન કોટડીયા કોણ છે તો , વર્ષમાં 2012માં કોટડિયાએ પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલની ગુજરાત પરિવર્તન પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડતા હતા અને ધારી વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. આ પછી જયારે , ગુજરાત પરિવર્તન પાર્ટીનું બીજેપીમાં વિલીનીકરણ થયું તે પછી , નલિન કોટડીયા પણ ભાજપમાં આવી ગયા હતા.






.jpg)










