જંતર મંતર પર ધરણા કરી રહેલા કુસ્તીબાજો વિરૂદ્ધ કેસ દાખલ, જાણો કઈ કલમો હેઠળ નોંધાયો ગુન્હો અને આ મુદ્દે કુસ્તીબાજોએ શું આપી પ્રતિક્રિયા?


  • Published By :
  • Published Date : 2023-05-29 09:48:43

દિલ્હીના જંતર મંતર ખાતે છેલ્લા ઘણા દિવસોથી કુસ્તીબાજો ધરણા કરી રહ્યા છે. બ્રિજભૂષણ શરણની ધરપકડ કરવામાં આવે તેવી પહેલવાનોની માગ છે. પરંતુ રવિવારે મોડી રાત્રે દિલ્હી પોલીસે કુસ્તીબાજ સાક્ષી મલિક, વિનેશ ફોગાટ અને બજરંગ પૂનિયા સહિત અનેક પહેલવાનો વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે. નવા સંસદ ભવન તરફ કરવામાં આવેલી કૂચ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. મહત્વનું છે કે સંસદ ભવન તરફ કૂચ કરી રહેલા કુસ્તીબાજોને પોલીસે કસ્ટડીમાં લીધા હતા.

  

કુસ્તીબાજો વિરૂદ્ધ  કેસ કરાયો દાખલ!  

WFIના અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડની માગ સાથે કુસ્તીબાજો દિલ્હીના જંતર મંતર ખાતે ધરણા કરી રહ્યા છે. પહેલવાનોને મળવા રાજકીય પાર્ટીના અનેક નેતાઓ આવ્યા હતા. ત્યારે ગઈકાલે નવા સંસદ ભવનના ઉદ્ધાટન કાર્યક્રમના દિવસે કુસ્તીબાજોએ મહિલા મહાપંચાયત કાર્યક્રમની જાહેરાત કરી હતી. પહેલવાનોએ કૂચ પણ કાઢી હતી. પરંતુ પોલીસે તેમની અટકાયત કરી લીધી હતી. પરંતુ મોડી રાત્રે કુસ્તીબાજો વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જંતર મંતર પર બનેલી ઘટનાના સંબંધમાં પહેલવાનો વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે જેમાં સાક્ષી મલિક, વિનેશ ફોગાટ અને બજરંગ પૂનિયા સહિતના કુસ્તીબાજોનો સમાવેશ થાય છે. દંગો કરવાનો આરોપ લગાવામાં આવ્યો છે.     

બજરંગ પુનિયાએ આપી પ્રતિક્રિયા! 

કેસ દાખલ થવા પર વિનેશ ફોગાટે ટ્વિટ કર્યું હતું કે દિલ્હી પોલીસે અમારી સાથે યૌન શોષણ કરનાર બ્રિજભૂષણ વિરૂદ્ધ એફઆઈઆર નોંધવામાં 7 દિવસનો સમય લીધો અને શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવા બદલ અમારી વિરૂદ્ધ એફઆઈઆર નોંધવામાં 7 કલાક પણ ન લાગ્યા. આખી દુનિયા જોઈ રહી છે કે સરકાર તેના ખેલાડીઓ સાથે કેવો વ્યવહાર કરી રહી છે. એક નવો ઈતિહાસ લખાઈ રહ્યો છે. તે સિવાય આ મામલે બજરંગ પુનિયાએ પણ પ્રતિક્રિયા આપી છે.  



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.