ધીરેન્દ્ર શાસ્ત્રી પર બનવા જઈ રહી છે ફિલ્મ! જાણો કોણ બનાવશે શાસ્ત્રી પર ફિલ્મ અને કયા કલાકારો ફિલ્મમાં કરશે અભિનય?


  • Published By :
  • Published Date : 2023-05-24 13:23:46

દેશમાં હાલ બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીની ચર્ચાઓ થઈ રહી છે. પોતાના નિવેદનોને કારણે અથવા તો કોઈને કોઈ રીતે બાબા અનેક વખત હેડલાઈન્સમાં રહેતા હોય છે. દેશભરમાં લાખોની સંખ્યામાં તેમના અનુયાયીઓ છે. દેશના અનેક રાજ્યોમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર યોજાતો હોય છે ત્યારે મળતી માહિતી અનુસાર ધીરેન્દ્ર શાસ્ત્રી પર ફિલ્મ બનવા જઈ રહી છે. ફિલ્મનું નામ ધી બાગેશ્વર સરકાર હશે અને નોસ્ટ્રમ એન્ટરટેન્મેન્ટના બેનર હેઠળ ફિલ્મ બનવાની છે. મળતી માહિતી  અનુસાર વિનોદ તિવારી આ ફિલ્મ ડાયરેક્ટ કરવાના છે. નોસ્ટ્રમ એન્ટરટેન્મેન્ટ દ્વારા આ અંગે ટ્વિટ કરવામાં આવી છે.       


નોસ્ટ્રમ એન્ટરટેન્મેન્ટના બેનર હેઠળ બનશે ફિલ્મ! 

દેશના અનેક રાજ્યોમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબાર યોજાઈ રહ્યા છે. પોતાના નિવેદનનોને કારણે બાબા હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. હિન્દુત્વના ચહેરા તરીકે બાબા હાલ ઉભરી રહ્યા છે. ત્યારે દિવસેને દિવસે બાબાની લોકપ્રિયતા વધતી જઈ રહી છે. દેશભરમાં તેમના અનુયાયીઓ છે કદાચ લાખોની સંખ્યામાં છે. ત્યારે આગામી સમયમાં ધીરેન્દ્ર શાસ્ત્રી પર ફિલ્મ બનવાની છે. આ અંગેની જાહેરાત કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર નોસ્ટ્રમ એન્ટરટેન્મેન્ટના બેનર હેઠળ ફિલ્મ બનવાની છે. 


આ કલાકારો ફિલ્મમાં કરી શકે છે અભિનય! 

આ ફિલ્મ વિનોદ તિવારી ડાયરેક્ટ કરવાના છે. તેમણે કહ્યું કે દુનિયાભરમાં બાબાના અનુયાયીઓ છે. તેમના પ્રત્યે લોકોનો પ્રેમ જોતા તેમના (ધીરેન્દ્ર શાસ્ત્રી) પર ફિલ્મ બનાવાનો નિર્ણય કર્યો છે. આ ફિલ્મમાં બાબાની જિંદગી, તેમના સંઘર્ષ અને તેમના વ્યક્તિત્વની ઝલક જોવા મળશે. વિનોદ તિવારી આની પહેલા અનેક ફિલ્મો બનાવી ચૂક્યા છે જેણે સારી કમાણી કરી છે. ત્યારે હવે ધીરેન્દ્ર શાસ્ત્રી પર ફિલ્મ બનવા જઈ રહી છે. મળતી માહિતી અનુસાર આ ફિલ્મમાં મનોજ જોષી, રવિ ભાટિયા, પ્રતીક શુક્લ જેવા કલાકારો અભિનય કરી શકે છે.        



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.