આંધ્રપ્રદેશમાં આવેલી ફાર્મા કંપનીની લેબમાં લાગી આગ, ચાર શ્રમિકોના થયા મોત


  • Published By :
  • Published Date : 2022-12-27 09:58:43

આંધ્ર પ્રદેશના અનાકાપલ્લીમાં આગ લાગવાની ઘટના બની છે. આ આગ પરવાડા લૌરસ ફાર્મા કંપનીના લેબમાં ફાટી નીકળી હતી. આગ લાગતા લેબમાં કામ કરતા ચાર શ્રમિકોના મોત નિપજ્યા છે જ્યારે એકની સ્થિતિ અત્યંત ગંભીર હોવાને કારણે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર આ ઘટના મેન્ટેનન્સ દરમિયાન બની હતી. 


ચાર શ્રમિકોના થયા મોત

આગ લાગવાને કારણે અનેક લોકોના મોત થતા હોય તો કોઈ ગંભીર રીતે દાઝી જતા હોય છે. આગ લાગવાને કારણે ભારે નુકસાન પણ થતું હોય છે. ત્યારે આગ લાગવાની એક ઘટના આંધ્ર પ્રદેશમાં બની છે. ફાર્મા કંપનીની લેબમાં એકાએક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. આ ઘટનામાં કંપનીની અંદર કામ કરતા ચાર મજૂરોએ પોતાનો જીવ ગુમાવ્યો છે જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે. જેને કારણે સારવાર માટે હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યો છે. 


વળતર ચૂકવવાની કરી મુખ્યમંત્રીએ જાહેરાત  

પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના એ વખતે બની જ્યારે મેન્ટેન્સનું કામ ચાલતું હતું, આ ઘટનાને લઈ રાજ્યના મુખ્યમંત્રીએ શોક વ્યક્ત કર્યો છે. ઉદ્યોગમંત્રીએ જણાવ્યું કે આ મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીએ ઘટનામાં મૃત્યુ પામેલા શ્રમિકોને 25 લાખ રૂપિયા વળતર આપવાની જાહેરાત કરી છે. આ આગ કયાં કારણસર લાગી તે અંગે જાણી શકાયું નથી. આગ લાગવાનું કારણ જાણવા માટે તપાસના આદેશ કરવામાં આવ્યા છે. ઘટનાને પગલે ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અને આગને કાબુમાં લેવા પ્રયાસ કર્યો હતો.    



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે