મોસ્કોથી ગોવા આવતી ફ્લાઇટમાં બોમ્બ હોવાની હતી આશંકા, જામનગરમાં લેન્ડિંગ કરી કરાઈ તપાસ


  • Published By :
  • Published Date : 2023-01-10 09:49:22

સોમવાર સાંજે જામનગર એરપોર્ટ પર મોસ્કો જવા વાળી ફ્લાઈટની ઈમરજન્સી લેન્ડિંગ કરાવામાં આવી હતી. ફ્લાઈટમાં બોમ્બ હોવાની આશંકાને પગલે ઈમર્જન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ફ્લાઈટમાં બોમ્બ હોવાની આશંકાને પગલે એરપોર્ટ પર જામનગરના કલેક્ટર, સ્થાનિક પોલીસ, બોમ્બ સ્કોડ ઉપરાંત એમ્બ્યુલન્સની ટીમ આવી પહોંચી હતી.

 

એનઅસજીની ટીમ જામનગરમાં કરી રહી છે તપાસ 

મોસ્કોથી ગોવા આવી રહેલી ફ્લાઈટ રશિયન એરલાઈન AZURની ફ્લાઈટમાં બોમ્બ હોવાની માહિતી મળતા જ જામનગર એરપોર્ટ પર ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. જે બાદ તમામ પેસેન્જર અને ક્રૂ મેમ્બરને સુરક્ષિત સ્થાન પર ખસેડી દેવામાં આવ્યા હતા. બોમ્બની આશંકાને પગલે બોમ્બ સ્કોડની ટીમે ફ્લાઈટની અંદર તપાસ શરૂ કરી હતી. એનએસજીની ટીમો જામનગર ખાતે આવી પહોંચી હતી અને તપાસ કરવાની શરૂઆત કરવામાં આવી હતી. તમામ પેસેન્જરનો સામાન પણ ચેક કરવામાં આવી રહ્યો છે.

     


ગોવા એરપોર્ટ ઓથોરિટીને બોમ્બનો મળ્યો હતો ઈ-મેલ 

આ માહિતી મળતા જ જામનગર એરપોર્ટ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઈમરજન્સી લેન્ડિંગ થતા તંત્રમાં દોડધામ વધી ગઈ હતી. બોમ્બ હોવાની અફવાને પગલે પ્લેનમાં તપાસ કરવામાં આવી રહી છે. એનએસજી સતત છ કલાકથી બોમ્બની શોધખોળ કરી રહી છે. ગોવા ATCને ફ્લાઈટમાં બોમ્બ હોવાનો ઈ-મેલ મળ્યો હતો જે બાદ ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. સમાચારને પગલે જામનગરના અધિકારીઓ એરપોર્ટ આવી પહોંચ્યા હતા. હજી સુધીની માહિતી અનુસાર ફ્લાઈટમાંથી બોમ્બ નથી મળ્યો. પ્રાપ્ત માહિતી અનુસાર હજી સુધી  કોઈ ગંભીર બાબત સામે નથી આવી, આ  અફવા હોઈ શકે છે તેવું હાલ મનાઈ રહ્યું છે. પરંતુ તંત્ર આ અંગે તપાસ કરી રહી છે.  એવું માનવામાં આવી રહ્યું છે કે સવારે 10 વાગ્યે ફ્લાઈટ ઉડાન ભરી શકે છે.

    



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે