મધ્યપ્રદેશના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય આવ્યા વિવાદમાં, નરેન્દ્ર મોદીને લઈ કરી હતી ટિપ્પણી


  • Published By :
  • Published Date : 2022-12-12 15:00:19

સોશિયલ મીડિયા પર અનેક વીડિયો વાયરલ થતા હોય છે જેને કારણે વિવાદ અથવા તો ચર્ચાઓ શરૂ થઈ જાય છે. ત્યારે મધ્યપ્રદેશ કોંગ્રેસના નેતા રાજા પટેરિયાઓનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હત્યા કરવી પડશે તેવી વાત કરતા સંભળાય છે. આ વીડિયોને લઈ ભાજપ એકદમ આક્રામક રૂપ આ વાતને વખોડી રહ્યા છે.

  

મોદીની હત્યા કરવા તત્પર રહો - રાજા પટેરિયા

રાજા પટેરિયા એક કાર્યક્રમમાં કોર્યકરોને સંબોધી રહ્યા હતા તે દરમિયાન તેઓ વડાપ્રધાન મોદી પર ચર્ચા કરી રહ્યા હતા. વાયરલ વીડિયો પ્રમાણે તેઓ કહેતા હતા કે મોદી ઈલેક્શન ખતમ કરી દેશે, મોદી ધર્મ, જાતી, ભાષાના અનુસાર લોકોને વિભાજીત કરી દેશે. આવી બધી વાતો વાયરલ વીડિયોમાં સંભળાઈ રહ્યું છે. પરંતુ અચાનક તેઓ બોલ્યા કે સંવિધાનને જો બચાવું હશે તો મોદીની હત્યા કરવા તત્પર રહો, હત્યાનો મતલબ હરાવા માટે તત્પર રહો.


ભાજપના નેતાઓએ આપી પ્રતિક્રિયા 

વીડિયો સામે આવતા ભાજપના નેતાઓ પ્રતિક્રિયા આપી છે. આ વાયરલ વીડિયોની પ્રતિક્રિયા આપતા શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે ભારત જોડો યાત્રાનો ઢોંગ કરવા વાળાઓની અસલિયત સામે આવી છે. આ સિવાય અનેક નેતાઓએ પોતાની પ્રતિક્રિયા આપી છે. આ વીડિયોને લઈ રાજા પટેરિયાએ સ્પષ્ટતા આપી છે.


હત્યાનો અર્થ એટલે કે ચૂંટણીમાં હરાવું - રાજા પટેરિયા

આ વાયરલ વીડિયોને લઈ વિવાદ વધે તે પહેલા રાજા પટેરિયાએ કહ્યું કે હત્યા કરવાનો અર્થ છે કે ચૂંટણીમાં હરાવો. તેમના કહેવા મુજબ આ વાક્ય અચાનક તેમના દ્વારા કહેવાઈ ગયું છે. વાતોના ફ્લોમાં આ વાત કહેવાઈ ગઈ છે. પરંતુ આ નિવેદનને લઈ મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ સોલંકીએ એફઆઈઆર દર્જ કરવાનો આદેશ આપ્યો છે.




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે