ચીનના એક રેસ્ટોરન્ટમાં લીક થયો ગેસ સિલિન્ડર! બ્લાસ્ટ થતાં લાગી આગ અને થયા આટલા લોકોના મોત! જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-06-22 11:38:10

ગેસ સિલિન્ડરના લિકેજને કારણે અનેક દુર્ઘટના સર્જાતી હોય છે. એવા અનેક સમાચારો સામે આવતા હોય છે જેમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થવાને કારણે લોકોના મોત થયા હોય ત્યારે ચાઈનામાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે જેમાં 31 જેટલા લોકોના મોત થઈ ગયા છે. બુધવાર મોડી રાત્રે એક રેસ્ટોરન્ટમાં ગેસ લિકેજને કારણે આ દુર્ઘટના સર્જાઈ છે. અકસ્માતને પગલે અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટના યિનચુઆન શહેરમાં બની છે. આગ પર કાબુ મેળવવા ફાયર ફાઈટરની ટીમ પણ આવી પહોંચી હતી. આ ઘટનામાં અનેક લોકો  ઘાયલ થયા છે અને તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 




ગેસ લિકેજને કારણે થયા અનેક લોકોના મોત!

આગ લાગવાની ઘટનામાં વધારો જોવા મળી રહ્યો છે. આગ લાગવાને કારણે અનેક લોકો આગમાં હોમાઈ પણ ગયા છે. ત્યારે ચીનથી એક આગ લાગવાની ઘટના સામે આવી છે જેમાં આગ લગાવાને કારણે અનેક લોકોના મોત થયા છે. મળતી માહિતી અનુસાર રેસ્ટોરન્ટમાં ગેસ લિક થવાને કારણે આ ઘટના બની. ફાયર બ્રિગેડના અધિકારીના જણાવ્યા અનુસાર પહેલા રેસ્ટોરન્ટમાં બ્લાસ્ટ થયો અને તે બાદ આગ લાગી. આગ લાગ્યા બાદ ઝડપથી આગળ વધવા લાગી. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ત્યાં આવી પહોંચી અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો. આ દુર્ઘટનામાં અંદાજીત 31 જેટલા લોકોના મોત થઈ ગયા છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.      


રાષ્ટ્રપતિએ લીધી ઘટનાની નોંધ! 

આ દુર્ઘટના ચીનના યિનચુઆન શહેરમાં બુધવાર મોડી રાત્રે બની હતી. જ્યારે આ અકસ્માત સર્જાયો ત્યારે ત્યાં અનેક લોકો હાજર હતા કારણ કે ત્યાં ડ્રેગન બોટ ફેસ્ટિવલની તૈયારીઓ ચાલી રહી હતી. તૈયારીઓને લઈ ત્યાં મોટી સંખ્યામાં લોકો હાજર હતા. અફરા તફરી પણ સર્જાઈ હતી. આ દુર્ઘટનાની જાણ ચીનના રાષ્ટ્રપતિને થઈ અને આવો અકસ્માત ફરી ના સર્જાય તે માટે જરૂરી પગલા લેવા નિર્દેશ આપવામાં આવ્યો છે. કારણ કે ત્યાં અનેક રેસ્ટોરન્ટ આવેલા છે. ઉલ્લેખનિય છે કે થોડા સમય પહેલા પણ આગ લાગવાની ઘટના બની હતી. જેમાં અનેક લોકોના મોત થઈ ગયા હતા.    



વલસાડ બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ઉતારવામાં આવ્યા છે. અનંત પટેલને જમાવટની ટીમે જ્યારે પૂછ્યું કે સાંસદ બન્યા પછી તે શું કરશે તો તેમણે અનેક મુદ્દાઓને લઈ વાત કરી હતી.

ભગવાન શ્રીકૃષ્ણના અનેક ભક્તો આપણી આસપાસ હશે.. કૃષ્ણ શબ્દમાં જ આકર્ષણ છે.. ત્યારે આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શ્રી કૃષ્ણને સમર્પિત રચના...

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો સામનો ભાજપના નેતાઓને કરવો પડી રહ્યો છે.. જામનગરમાં સૌથી વધારે આ વિવાદને લઈ વિરોધ થઈ રહ્યો છે.. પૂનમબેન માડમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

જમાવટની ઈલેક્શન યાત્રા મહેસાણા પહોંચી હતી. ત્યાંના મતદાતાઓનો મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. લોકો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી મતદાન કરે છે તે જાણાનો પ્રયત્ન કર્યો છે.