South Africaના જોહાનિસબર્ગની આ બહુમાળી ઈમારતમાં લાગી ભીષણ આગ, આગમાં આટલી જિંદગી હોમાઈ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-08-31 17:17:08

સાઉથ આફ્રિકાના જોહાનિસબર્ગમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. પાંચ માળની હાઈ રાઈસ બિલ્ડીંગમાં એકાએક આગ લાગતા અનેક જીંદગીઓ જીવતી હોમાઈ છે. એક રિપોર્ટ અનુસાર આ દુર્ઘટનામાં 73 જેટલા લોકોના મોત થઈ ગયા છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. બાળકો પણ આ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા છે. આ દુર્ઘટના ભારતીય સમય અનુસાપ સવારે પાંચ વાગ્યાની આસપાસ બની હતી. ઘટનાની જાણ થતાં ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી દેવામાં આવ્યા છે. 


    

બહુમાળી ઈમારતમાં લાગી ભીષણ આગ 

આગ લાગવાની ઘટનામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. થોડા સમય પહેલા ટ્રેનના એક કોચમાં અચાનક આગ લાગી હતી જેમાં અનેક લોકોના મોત થયા છે. ત્યારે ફરી એક વખત આગ લાગવાની ઘટના સામે આવી છે. આ વખતે બનેલી આગની ઘટના દક્ષિણ આફ્રિકામાં બની  છે. બહુ માળી ઈમારતમાં આગ લાગી હતી જેમાં અનેક લોકોના મોત થયા છે. જોહાનિસબર્ગમાં 5 માળની ઇમારતમાં લાગેલી આગમાં 73 લોકોના મોત થયા છે. જેમાં એક બાળકનો પણ સમાવેશ થાય છે. અલજઝીરાના અહેવાલ મુજબ 40 લોકો ઈજાગ્રસ્ત થયા છે.  આ ઘટનામાં હજી પણ મૃત્યુઆંક વધવાની શક્યતા છે. બિઝનેસ ડિસ્ટ્રિક્ટમાં ગુરૂવાર સવારે આગ લાગી હતી. 

આગ લાગ્યા બાદ ઈમારતની બહાર હાજર બચાવકર્મીઓ.

બિલ્ડિંગમાંથી એક વ્યક્તિને બચાવી લેવામાં આવ્યો હતો જે પાછળ ધાબળો ઓઢીને બેઠેલો દેખાય છે.

જે બિલ્ડીંગમાં આગ લાગી ત્યાં રહેતા હતા આ લોકો   

આગ લાગવાની ઘટનાની જાણ થતાં રેસ્ક્યુની કામગીરી તરત શરૂ કરવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગને કાબુમાં લેવા માટે પ્રયત્નો કરવામાં આવ્યા હતા. લોકોને વિવિધ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે સારવાર અર્થે. એવા પણ સમાચારો સામે આવ્યા છે જેમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે ઘરવિહોણા લોકો આ બિલ્ડીંગમાં રહેતા હતા. ત્યાં રહેતા લોકોએ સત્તાવાર રીતે કોઈ કરાર કર્યો ન હતો. કયા કારણોસર બિલ્ડીંગમાં આગ લાગી તે જાણી શકાયું નથી. ભારે મહેનત બાદ આગ પર કાબુ મેળવવામાં ફાયર વિભાગની ટીમને સફળતા મળી હતી. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.