સુશાંતસિંહ રાજપૂત કેસમાં આવ્યો નવો વળાંક! મહારાષ્ટ્રના ડે.સીએમએ કેસ અંગે કહી આ વાત, જાણો


  • Published By :
  • Published Date : 2023-06-30 15:05:26

14 જૂન 2020નો એ દિવસ હતો.. દેશભરમાં કોરોના મહામારી તેની ચરમસીમા પર હતી. આપણે સૌ લોકડાઉનની કેદમાં હતા...અને આવા માહોલમાં અચાનક એક સમાચાર આવે છે..કે બોલીવુડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની ડેડબોડી તેના ફ્લેટમાંથી મળી આવી.. પહેલીવારમાં તો વિશ્વાસ જ ન બેસે એવા આ સમાચાર હતા પરંતુ વારંવાર આ ઘટનાને ટીવી પર જોયા પછી ધીમે ધીમે સુશાંતના ચાહકોમાં એક આઘાતની લાગણી છવાઇ ગઇ હતી..આખું બોલીવુડ શંકાના દાયરામાં આવી ગયું.


સુશાંતસિંહ આત્મહત્યા કેસમાં દેવેન્દ્ર ફડણવીસે કહી આ વાત

ન્યુઝચેનલોની ભૂમિકાની આકરી ટીકા થઇ.. સુશાંતના મોત સાથે જોડાયેલી તમામ બાબતોએ દેશમાં એવી તો ચકચાર મચાવી કે કોરોના મહામારી પછીના સૌથી મહત્વના સમાચાર સુશાંતને લગતા સમાચારો હતા.. આટલો સમય વીતિ ગયો પણ છેવટે શું પરિણામ? 3 વર્ષ કરતા પણ વધુ સમય વીતી ગયો અને હજુ સુધી એ સત્ય બહાર આવી શક્યું નથી કે સુશાંત સાથે આખરે શું થયું.. અને હવે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે એક મહત્વનું નિવેદન આપ્યું છે જેને લઇને સુશાંતના ચાહકોમાં આશા જાગી છે કે કદાચ આવનારા દિવસોમાં સત્ય બહાર આવશે.. 


વર્ષ 2020માં ફ્લેટમાંથી મળી હતી સુશાંતની લાશ 

મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ એક ન્યુઝચેનલને ઇન્ટરવ્યુ આપી રહ્યા હતા જેમાં તેમને સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુના કેસની તપાસ અંગે સવાલ કરવામાં આવ્યો હતો.. જેના જવાબમાં તેમણે કહ્યું છે કે આ કેસની તપાસમાં કેટલાક મહત્વના પુરાવા મળ્યા છે.. આ તમામ પુરાવાની વિશ્વસનીયતા તપાસવામાં આવી રહી છે.. અમને કેટલાક લોકો મળ્યા છે કે જેમની પાસે આ કેસને લગતી ખૂબ મહત્વની વિગતો છે.. સુશાંત સિંહ રાજપૂતનો તેના ફલેટમાંથી વર્ષ 2020માં મૃતદેહ મળી આવ્યો હતો.. 


નક્કર પુરાવા નથી લાગ્યા પોલીસના હાથમાં

અને તે પછી તેના અપમૃત્યુને લગતી અનેક અફવાઓ વહેતી થઇ જેમાં તેની પર્સનલ રિલેશનશીપ અને બોલીવુડમાં તેના પ્રોફેશનલ સંબંધોની તેના જીવનમાં જે પ્રકારની ભૂમિકા હતી તેના આધાર પર અનેક લોકો સામે સુશાંતની હત્યા કરવાના આરોપો લાગ્યા.. અત્યાર સુધી આ તમામ અફવાઓના આધારે તપાસ થતી રહી પરંતુ નક્કર પુરાવા પોલીસને હાથ લાગ્યા નહિ. આ વર્ષે જાન્યુઆરીમાં સુશાંત કેસમાં એક ચોંકાવનારી વાત સામે આવી હતી. સુશાંતના મૃતદેહનું જ્યારે પોસ્ટમોર્ટમ થઇ રહ્યું હતું ત્યારે ઓટોપ્સીની ટીમના એક મેમ્બરે દાવો કર્યો હતો કે તેણે આત્મહત્યા નથી કરી તેની હત્યા કરવામાં આવી છે.. આ કર્મચારીએ કહ્યું કે જ્યારે સુશાંતના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવ્યો ત્યારે તેની ગરદન અને શરીરના કેટલાક ભાગો પર ઈજાનાં નિશાન હતાં.


 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે