વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાની ધમકી આપનાર વ્યક્તિની થઈ ધરપકડ


  • Published By :
  • Published Date : 2022-11-27 10:30:27

થોડા સમય પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઈ-મેઈલ દ્વારા મારી નાખવાની ધમકી મળી હતી. જેને લઈ આ ઈ-મેઈલ કોણે મોકલ્યો છે તેની તપાસ કરવામાં આવી રહી હતી. જેને લઈ શનિવાર રાત્રે પોલીસે એન્જિનિયરિંગ ડ્રોપઆઉટ અમન સક્સેનાની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત એટીએસની ટીમ આ તમામને શોધી રહી હતી અને અંતે પૂછપરછ બાદ આ યુવકની ધરપકડ કરવામાં આવી છે.

PM Modi ने आज खींच दी बड़ी लकीर, कहा- 2047 तक विकसित देश बन जाएगा भारत! -  India is targeting to become a developed nation by 2047 says PM Narendra  Modi tutc - AajTak

ગુજરાત એટીએસની ટીમે શનિવાર રાત્રે બદાયું જિલ્લામાં તપાસ કરી અને આદર્શ નગર મહોલ્લામાં રહેતા વ્યક્તિની ધરપકડ કરી લીધી. એવું માનવામાં આવી રહ્યું છે કે આ વ્યક્તિએ જ પ્રધાનમંત્રી કાર્યાલયમાં વડાપ્રધાન મોદીને મારી નાખવાનો ઈમેલ મોકલ્યો હતો. આ ષડયંત્રમાં  ત્રણ વ્યક્તિઓ હતા જેમાં ગુજરાતની એક મહિલા અને દિલ્હીના એક પૂરુષનો સમાવેશ થાય છે. અમન સક્સેનાની ધરપકડ બાદ પોલીસ આ અંગે વધુ માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહી છે.   




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે