લુણાવાડાની સરકારી પ્રાથમિક શાળામાં માતૃપિતૃ દિવસે આસારામનો ફોટો મૂકી કરાઈ પૂજા, ઉજવણીના ફોટા સામે આવતા સર્જાયો વિવાદ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-02-18 08:48:49

મહીસાગર જિલ્લાના લુણાવાડામાં આવેલી જામાંપગીના મુવાડા સરકારી પ્રાથમિક શાળા વિવાદમાં આવી છે. અનેક ફોટા તેમજ વીડિયો  સામે આવ્યા છે જેમાં બળાત્કારની સજા ભોગવી રહેલા આસારામની આરતી કરવામાં આવી રહી છે. 14 ફેબ્રુઆરીએ અનેક શાળાઓમાં માતૃ પિતૃ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.ત્યારે આ શાળામાં આ દિવસની ઉજવણી કરાઈ હતી પરંતુ આ કાર્યક્રમ દરમિયાન આસારામનો ફોટો મૂકવામાં આવ્યો હતો. ફૂલ હાર ચઢાવી તેની આરતી પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમના ફોટો અને વીડિયો સામે આવતા વિવાદ સર્જાયો છે. બળાત્કારની સજા ભોગવતા આસારામની શાળામાં પૂજા કરવી કેટલી યોગ્યએ સવાલ હાલ ઉદભવી રહ્યો છે.


ખુરશી પર ફોટો મૂકી કરાઈ રહી હતી આસારામની આરતી   

14 ફેબ્રુઆરીએ અનેક લોકો વેલેન્ટાઈન ડેની ઉજવણી કરતા હોય છે. તો અનેક સ્થળો પર માતા પિતાની પૂજા કરવામાં આવે છે. એ દિવસને માતૃ પિતૃ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અનેક શાળામાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે મહિસાગરના લુણાવાડાની એક પ્રાથમિક શાળા વિવાદમાં આવી છે. શાળામાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. માતા પિતાની પૂજા તો કરવામાં આવી પરંતુ બળાત્કારની સજા ભોગવી રહેલા આસારામની પણ પૂજા કરવામાં આવી હતી. અનેક ફોટા તેમજ વીડિયો સામે આવ્યા છે જેમાં આસારામની તસવીર રાખીને તેમની આરતી કરવામાં આવી રહી છે. 


બેનરમાં પણ કરાયો હતો આસારામનો ઉલ્લેખ 

આ કાર્યક્રમ માટે બેનર પણ તૈયાર કરવામાં આવ્યું હતું જેમાં લખવામાં આવ્યું હતું તે પૂજ્ય સંતશ્રી આસારામ બાપુ પ્રેરિત માતૃ પિતૃ પૂજન દિવસે આવો ઉજવીએ સાચો પ્રેમ દિવસ. ઉજવણીના ફોટા અને વિડીયો સામે આવ્યા છે જે બાદ વિવાદ છેડાયો છે. વીડિયોમાં લુણાવાડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ બિપિન પટેલ પણ હાજર હતા. 




સજા ભોગવી રહેલા આસારામની પૂજા કરવી કેટલી યોગ્ય?

વિદ્યાર્થીઓ ઉપરાંત ત્યાં હાજર લોકોએ આસારામની આરતી ઉતારી હતી. આસારામનો ફોટો મૂકાતા તેમજ તેમની આરતી ઉતારવામાં આવતા ભારે વિવાદ સર્જાયો છે. માતૃ પિતૃ દિવસની ઉજવણી દરમિયાન આસારામનો ફોટો મૂકી પૂજા કરવામાં આવતા હોવાની આ ઘટના બીજી છે. આ પહેલા કડાણા તાલુકાની રાણકપુરની સરકારી પ્રાથમિક શાળાથી પણ આ પ્રકારની તસવીરો સામે આવી હતી. જેમાં આસારામની આરતી ઉતારવામાં આવી રહી હતી. ત્યારે મહિસાગરની આ બીજી શાળા છે જ્યાં આસારામની આરતી ઉતારવામાં આવી રહી છે. ત્યારે પ્રશ્નએ થાય કે શા માટે સરકારી શાળામાં આ દોષીયોની પૂજા કરવામાં આવી રહી છે. બળાત્કારની સજા ભોગવી રહેલા આસારામની આરતી ઉતારવી એ પણ સરકારી શાળાના પ્રાંગણમાં કેટલા અંશે યોગ્ય છે તેવા અનેક સવાલ ઉદભવી રહ્યા છે.    



 



વાવ વિધાનસભાની પેટાચુંટણી અને તેના ઉમેદવારો પર ગુજરાતભરની નજર છે કોંગ્રેસ તરફથી એવું કહેવાય કે ઓલ્મોસ્ટ નામ નક્કી છે ત્યારે ભાજપ કયા મુરતીયાને ઉતરે છે એ જોવાનું છે કારણકે સમીકરણો ખૂબ રસપ્રદ બની રહ્યા છે.

ગુજરાત અને ગુજરાતીઓને સમર્પિત રચના આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત કરવી છે...

આજે રાજ્ય સરકાર દ્વારા રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.. ઓગસ્ટ મહિનામાં થયેલા નુકસાની માટે સરકારે સહાય જાહેર કરી.. 1419.62 કરોડનું રાહત પેકેજ સરકાર દ્વારા કરવામાં આવ્યું છે..

અમદાવાદ ખાતે શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ સપ્તરંગનું આયોજન કરવામાં આવ્યું હતું... આ ફેસ્ટિવલમાં 277 ફિલ્મો વચ્ચે જંગ જામ્યો હતો જેમાંથી આદ્યા ત્રિવેદીએ તેની ડેબ્યૂ ફિલ્મ મિટ્ટી પાની માટે બેસ્ટ ડિરેક્ટરનો એવોર્ડ જીત્યો છે...