દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વે પર સર્જાયો ગંભીર અકસ્માત, પરિવારના 6 સભ્યો બન્યા કાળનો કોળિયો


  • Published By :
  • Published Date : 2023-07-11 11:06:47

અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. અનેક લોકોના જીવ ગમખ્વાર અકસ્માતમાં જતા રહેતા હોય છે. ત્યારે આવો જ એક ગંભીર અકસ્માત દિલ્હી મેરઠ એક્સપ્રેસ વે પર આજે એટલે કે 11 જુલાઈએ વહેલી સવારે થયો છે જેમાં એક જ પરિવારના 6 સભ્યોના મોત થઈ ગયા છે. મૃતકોમાં 3 બાળકોનો પણ સમાવેશ થાય છે જ્યારે બે જેટલા લોકોની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે. આ અકસ્માત સ્કૂલ બસ અને ગાડી વચ્ચે થયો હતો.

  

અકસ્માતમાં 6 લોકોના થયા મોત 

રોડ અકસ્માત થવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. કોઈ વખત ઓવરસ્પીડને કારણે તો કોઈ વખત ગાડી પરથી કાબુ ગુમાવવાને કારણે એક્સિડન્ટ સર્જાતા હોય છે. પરંતુ અનેક વખત રોંગ સાઈડમાં વાહન ચલાવવાને કારણે પણ ગંભીર અકસ્માત સર્જાતા હોય છે તેનું ઉદાહરણ છે એ અકસ્માત જે દિલ્હી મેરઠ એક્સપ્રેસ વે પર સર્જાયો છે. ગાઝિયાબાદ પાસે રોંગ સાઈડ પરથી સ્કુલ બસ આવી રહી હતી અને તે દરમિયાન ગાડી સાથે અથડાઈ ગઈ. આ અકસ્માત એટલો ગંભીર હતો કે એક જ પરિવારના 6 સભ્યોના મોત થઈ ગયા જ્યારે 8 વર્ષના બાળકની હાલત ગંભીર છે અને હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.  


રોંગ સાઈડ પર આવી રહેલી બસે સર્જ્યો અકસ્માત!

આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. સીસીટીવીમાં દેખાય છે કે સ્કૂલ બસ રોંગ સાઈડ પર પુરઝડપે આવી રહી છે. તે જ સમયે ફૂલ સ્પીડમાં ચાલતી ગાડી તેની સામે આવીને ઉભી રહે છે. એક્સિડન્ટને અટકાવવા માટે ગાડીને બીજી તરફ વાળી દે છે, પરંતુ જ્યાં કાર ડ્રાઈવર ગાડીને વાળે છે ત્યાં જ બસ ડ્રાઈવર પણ બસને વાળી દે છે. જેને લઈ ભીષણ ટક્કર થાય છે. એક્સિડન્ટ એટલો ભયંકર હતો કે માણસોના શવ ગાડીમાં જ લટકતા રહ્યા. મૃતકોની લાશને બહાર કાઢવા માટે ઘણી મહેનત કરવામાં આવી. છેલ્લે ગાડીના દરવાજાને તોડી દેવાયા અને લાશને બહાર કાઢવામાં આવી હતી. પોલીસે મૃતકોની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.       

અનેક પરિવારોએ ગુમાવ્યા છે પરિવારના સભ્યોને 

આ મામલે પોલીસ અધિકારીએ જણાવ્યું કે બસ ડ્રાઈવરની ધરપકડ કરી લેવામાં આવી છે. મળતી માહિતી અનુસાર ગાડીમાં સવાર પરિવાર ખાટુ શ્યામના દર્શન કરવા માટે જઈ રહ્યો હતો. ગાડીમાં ચાર બાળકો પણ સવાર હતા. મહત્વનું છે રોડ અકસ્માતોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. ઝડપની મજા મોતમાં પરિણમતી હોય છે. અનેક પરિવારોએ પોતાના પરિવારના સભ્યોને ગુમાવ્યા છે. એક સાથે આટલા લોકોની અર્થી ઉઠતાં શોકની લાગણી વ્યાપી ઉઠી છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે