અમેરિકામાં બની ચોંકાવનારી ઘટના, 6 વર્ષના બાળકે કરી શિક્ષક પર ગોળીબારી


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-01-07 14:28:25

અમેરિકામાં ફાયરિંગ થવાની ઘટના સામાન્ય બની ગઈ છે. દરરોજ કોઈને કોઈ જગ્યા પર ફાયરિંગની ઘટના થઈ હોવાની માહિતી સામે આવતી રહે છે. ત્યારે આજે 6 વર્ષના બાળકે પોતાના શિક્ષક પર ગોળીબારી ફરી હતી. સદનસીબે આ ઘટનામાં શિક્ષકને ઈજા નથી પહોંચી. 


સ્કૂલમાં બાળકે કર્યો શિક્ષક પર હુમલો 

અનેક વખત અમેરિકામાં ફાયરિંગની ઘટના બને છે. અનેક લોકો આને કારણે મોતને ભેટતા હોય છે. અમેરિકાના વર્જિનિયા રાજ્યમાં ગોળીબારી થવાની માહિતી સામે આવી છે. એક 6 વર્ષીય બાળકે સ્કૂલમાં ક્લાસની અંદર ટીચરને ગોળી મારી હતી. મળતી માહિતી અનુસાર આ ઘટના શનિવારે રિકનેક એલિમેન્ટ્રી સ્કૂલમાં બની છે. જ્યારે આ ઘટના બની તે સમયે વર્ગની અંદર માત્ર મહિલા શિક્ષક અને ગોળીબારી કરનાર બાળક જ હાજર હતા. 


શિક્ષકની તબિયત સુધારા પર 

આ ઘટનાને લઈ પોલીસે પત્રકાર પરિષદ યોજી હતી અને જેમાં તેમણે કહ્યું કે આ કોઈ અકસ્માતનો મામલો નથી પરંતુ બાળકે જાણીજોઈને  મહિલા શિક્ષક પર ગોળીબારી કરી છે. વર્ગમાં ચાલતા વિવાદને કારણે બાળકે આ પગલું ભર્યું હોય તેવું લાગી રહ્યું છે પરંતુ આ અંગે પોલીસ તપાસ કરી રહી છે. આ ગોળીબારીમાં શિક્ષકનું મોત નથી થયું પરંતુ તે ઈજાગ્રસ્ત થયા છે અને તેમની તબિયત નાજુક છે તેવી માહિતી સામે આવી રહી  છે. 


ઘટનાને લઈ પોલીસ કરી રહી છે તપાસ 

સ્કૂલમાં ફાયરિંગની ઘટના થવાને કારણે શાળામાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થીઓમાં ભય વ્યાપી ઉઠ્યો છે. પોલીસ એ અંગે તપાસ કરી રહી છે બાળક પાસે પિસ્તોલ ક્યાંથી આવી અને શાળામાં બંદુક કેવી રીતે આવી.   

   



ભાજપનો આંતરિક કકડાટ સતત વધી રહ્યો છે ચૂંટણી પહેલા અને બાદમાં સતત પાર્ટીના નેતાઓ નારાજ થઈ રહ્યા છે. અમરેલી ભાજપમાં નારણ કાછડિયા હાલ નારાજ છે અને તેમની નારાજગી છે ઉમેદવાર ભરત સૂતરિયાથી.. હવે નારણભાઈના થેંક્યું વાળા નિવેદન પણ ભરત ભાઈએ સીધો જવાબ આપ્યો છે.

ગેનીબેન ઠાકોર અનેક વખત પોતાના નિવેદનને કારણે ચર્ચામાં રહેતા હોય છે ત્યારે ફરી એક વખત તેમણે નિવેદન આપ્યું છે જેમાં તેમણે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ઠાકોર સમાજના સમૂહ લગ્ન દરમિયાન તેમણે આ નિવેદન આપ્યું હતું.

રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈ આપેલા નિવેદન બાદ વિવાદ છેડાઈ ગયો હતો.. અનેક વખત પરષોત્તમ રૂપાલાએ માફી પણ માગી.. આ બધા વચ્ચે નીતિન પટેલે ક્ષત્રિય સમાજના આંદોલનનો તેમજ પરષોત્તમ રૂપાલાનો ઉલ્લેખ કર્યો હતો..

પીએમ મોદી આવતી કાલે ઉમેદવારી ફોર્મ ભરશે વારાણસી લોકસભા બેઠક પરથી... વારાણસી બેઠકથી છેલ્લી બે ટર્મથી પીએમ મોદી ઉમેદવારી નોંધાવી રહ્યા છે ત્યારે આ વખતે પણ આ બેઠક પરથી તે ચૂંટણી લડવાના છે..ઉમેદવારી ફોર્મ ભરવા જતી પહેલા આજે પીએમ મોદી ભવ્ય રોડ શો કરવાના છે...