જર્મનીના હેમ્બર્ગના ચર્ચમાં થયું ફાયરિંગ, અનેક લોકોના મોત જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-03-10 09:13:51

વિદેશમાં અનેક વખત ફાયરિંગ થવાની ઘટનાઓ સામે આવતી હોય છે. અંધાધૂધ ફાયરિંગમાં અનેક લોકોના મોત થઈ જતા હોય છે ત્યારે જર્મનીના એક ચર્ચમાં પણ અંધાધૂધ ફાયરિંગ થયા હોવાની ઘટના સામે આવી છે. ગુરૂવાર રાત્રે ફાયરિંગ કરવામાં આવી હતી. ડીલબોગે સ્ટ્રીટ પર આવેલા ચર્ચમાં ફાયરિંગ થયું છે જેમાં અંદાજીત 6 જેટલા લોકોના મોત થઈ ગયા છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. 

फायरिंग के बाद चर्च के बाहर सुरक्षा बढ़ा दी गई।

ગોળીબારીને કારણે અનેક લોકો ગંભીર રીતે થયા ઘાયલ 

ગુરૂવાર રાત્રે જર્મનીમાં ફાયરિંગ થવાની ઘટના બની છે. જર્મનીના હેમ્બર્ગ શહેરમાં આવેલા એક ચર્ચમાં અંધાધૂધ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ફાયરિંગમાં લગભગ 6થી 7 જેટલા લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ગોળીબારીને કારણે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. મરનારાઓની સંખ્યા વધી શકે છે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર અલસ્ટરડોર્ફ વિસ્તારમાં આવેલા યહોવા વિટનેસ ચર્ચમાં ગોળીબારી થઈ છે. પોલીસ દ્વારા આ અંગે તપાસ કરવામાં આવી રહી છે.   

घटनास्थल के पास जवाबी कार्रवाई करती पुलिस।

जहां फायरिंग हुई, उसके पास बड़ी संख्या में पुलिस बल मौजूद है।

પોલીસ બંદોબસ્ત કરાયો તૈનાત   

પોલીસના કહેવા પ્રમાણે કયા કારણોસર આ ફાયરિંગ કરવામાં આવી તે હજી સ્પષ્ટ નથી થઈ શક્યું. હેમ્બર્ગ પોલીસે ટ્વિટ કર્યું કે આ ફાયરિંગમાં અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મોટી સંખ્યામાં સુરક્ષાબળોને તૈનાત કરી દેવાયા છે. અંદાજીત 10 મિનીટ સુધી હમલાવરોએ ગોળીબારી કરી હતી. હજી સુધી જાણી નથી શકાયું કે હુમલો કરનાર એક વ્યક્તિ છે કે અનેક વ્યક્તિઓ. પોલીસ દ્વારા આ અંગે તપાસ કરવામાં આવી રહી છે. સીસીટીવી ચેક કરવામાં  આવી રહ્યા છે. પોલીસનું કહેવું છે કે આરોપીઓને છોડવામાં નહીં આવે.   



નિલેશ કુંભાણી અચાનક જ ગાયબ થઇ ગયા હતા. જો કે ગુજરાતમાં ચૂંટણી પુરી થઇ ગઇ છે અને રાજકીય માહોલ થોડો શાંત થઇ ગયો છે પણ છેલ્લા 22 દિવસથી હજું પણ નિલેશ કુંભાણી લાપતા છે. ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના નેતાએ સોશિયલ મીડિયામાં આડકતરી રીતે કુંભાણીનું નામ લીધા વગર પોસ્ટ કરી છે.

વીજળીના કડાકા ભડાકા સાથે અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થશે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે.. મહત્વનું છે કે આકરી ગરમી પડવાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગરમીથી ક્યારે રાહત મળશે તેવા પ્રશ્નો લોકોને થઈ રહ્યા છે..

ગુજરાતમાં લોકસભા ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે.. ચૂંટણી દરમિયાન અનેક બેઠકો એવી હતી જેની ચર્ચા થતી રહેતી હતી અવાર નવાર.. તેમાંની એક બેઠક છે ભરૂચ લોકસભા બેઠક.. ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ટિકીટ આપવામાં આવી હતી અને ભાજપે મનસુખ વસાવાને રિપીટ કર્યા છે..

ભાજપમાં જાણે કોંગ્રેસીકરણ થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે... ભાજપમાં થઈ રહેલા કોંગ્રેસીકરણને કારણે ભાજપમાં અંદરોઅંદર ડખા શરૂ થઈ ગયા હોય તેવું લાગે છે.. ભાજપના નેતમાં નારાજગી જોવા મળી રહી છે...નારણ કાછડિયા જાણે પક્ષથી નારાજ હોય તેવું લાગી રહ્યું છે