રશિયામાં ગૃહ યુદ્ધ જેવી સ્થિતિ! વેગનર જૂથે પોકાર્યો બળવો, ક્રેમલિનની સુરક્ષા માટે મોસ્કોમાં ટેન્ક કરાઈ તૈનાત, જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-06-24 12:39:41

હજી સુધી આપણે રૂસ અને રશિયાના વચ્ચે ચાલતા યુદ્ધની વાતો કરતા હતા. પરંતુ રશિયામાં હવે ગૃહ યુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. એવા સમાચારો સામે આવી રહ્યા હતા જેમાં વેગનર ગ્રૃપના વડા યેવજેની પ્રિગોગીનએ બળવો કરવાનો પ્રયાસ કર્યો છે. બળવો પોકારવાને કારણે મોસ્કોને હાઈ એલર્ટ પર રાખી દેવામાં આવી છે. સુરક્ષાને વધારી દેવામાં આવી છે. એવા પણ સમાચાર સામે આવી રહ્યા છે કે સૈનિકો રશિયાની સરહદમાં ઘૂસી ગયા છે અને રશિયન સેનાનું હેલિકોપ્ટર પણ તોડી પાડવામાં આવ્યું છે. રશિયામાં બળવાખોરની સ્થિતિ શરૂ થતાં રાષ્ટ્રપતિ પુતિનની મુશ્કેલી વધી શકે છે.  



રશિયામાં ગ્રૃહ યુદ્ધ જેવી પરિસ્થિતિ!

રશિયા યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ઘણા સમયથી આ યુદ્ધ ચાલવાથી બંને દેશોને મોટા પાયે નુકસાન થયું છે. ત્યારે રશિયામાં ગૃહ યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. એવી માહિતી સામે આવી રહી છે કે વેગનર ગ્રૂપના વડા યેવજેની પ્રિગોગીને બળવો પોકાર્યો છે. બળવાના પ્રયાસો કરવામાં આવ્યા છે જેને લઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. એવા સમાચાર પણ સામે આવી રહ્યા છે જેમાં વેગનરની સેનાએ રોસ્તોવ શહેરના અનેક વિસ્તારોમાં કબજો જમાવી લીધો છે. જે ગ્રુપે રશિયાને યુદ્ધમાં સાથ આપ્યો તે જ ગ્રુપે બળવો પોકારી લીધો છે જેને કારણે આગામી દિવસોમાં પરિસ્થિતિ વધારે વિકટ બની શકે છે. વેનગર ગ્રુપ અને રશિયન સેના વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ પેદા થઈ છે.     


પ્રિગોઝિને આપી પ્રતિક્રિયા!

આ બધા વચ્ચે પ્રિગોઝિને જણાવ્યું કે અમારી પાસે 25 હજાર સૈનિકો છે. અમે અમારું લક્ષ્ય નક્કી કર્યું છે અને અમે મરવા માટે પણ તૈયાર છીએ. અમે અમારી માતૃભૂમિ અને રશિયાના નાગરિકો માટે ઊભા છીએ. તેઓને આવા લોકોથી છૂટકારો મેળવવો જોઈએ જે સામાન્ય લોકોની હત્યા કરી રહ્યા છે. જેમણે બળવો પોકાર્યો છે તેમને રશિયના રાષ્ટ્રપતિના રસોઈયા તરીકે પણ ઓળખવામાં આવે છે. થોડા સમય પહેલા તે રેસ્ટોરન્ટ ચલાવતા હતા અને પુતિન ત્યાં જમવા પણ આવતા હતા. ત્યારે આ બળવા થવાને કારણે પુતિનની મુશ્કેલી વધતી દેખાઈ રહી છે. 



વલસાડ બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ઉતારવામાં આવ્યા છે. અનંત પટેલને જમાવટની ટીમે જ્યારે પૂછ્યું કે સાંસદ બન્યા પછી તે શું કરશે તો તેમણે અનેક મુદ્દાઓને લઈ વાત કરી હતી.

ભગવાન શ્રીકૃષ્ણના અનેક ભક્તો આપણી આસપાસ હશે.. કૃષ્ણ શબ્દમાં જ આકર્ષણ છે.. ત્યારે આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શ્રી કૃષ્ણને સમર્પિત રચના...

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો સામનો ભાજપના નેતાઓને કરવો પડી રહ્યો છે.. જામનગરમાં સૌથી વધારે આ વિવાદને લઈ વિરોધ થઈ રહ્યો છે.. પૂનમબેન માડમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

જમાવટની ઈલેક્શન યાત્રા મહેસાણા પહોંચી હતી. ત્યાંના મતદાતાઓનો મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. લોકો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી મતદાન કરે છે તે જાણાનો પ્રયત્ન કર્યો છે.