ભારતનું એક એવું મંદિર જ્યાં પાણીના ટીપાં પરથી કરાય છે વરસાદની આગાહી, જાણો ક્યાં આવેલું છે મંદિર અને શું છે તેની વિશેષતા?


  • Published By :
  • Published Date : 2023-06-29 12:00:24

થોડા સમય પહેલા જ રથયાત્રા આવીને ગઈ. જ્યારે રથયાત્રાની વાત થતી હોય ત્યારે આપણને યાદ આવે અમદાવાદનું જગન્નાથ મંદિર અને ઓડિશાનું જગન્નાથ મંદિર આ બંને મંદિરો દેશમાં ખુબજ પ્રખ્યાત છે મંદિરના દર્શનાર્થે  દેશવિદેશમાંથી શ્રધ્ધાળુઓ આવતા હોય છે. જો કે એક જગન્નાથ મંદિર ઉત્તર પ્રદેશના કાનપુરમાં પણ આવેલું છે અને તે મંદિર એટલા માટે ખાસ છે કેમકે તે મંદિરથી વરસાદનો વર્તારો મેળવે છે. આ મંદિરના ગુંબજ પરથી પડતુ પાણી અને પાણીના ટીપાની ધાર પરથી નક્કી થાય છે કે આ વર્ષે ચોમાસુ કેવું રહેશે. 

<a class='blogTagLink' href='https://www.vtvgujarati.com/topic/rain-is-predicted' title='Rain is predicted'>Rain is predicted</a> at the <a class='blogTagLink' href='https://www.vtvgujarati.com/topic/temple-of-lord-jagannath' title='temple of Lord Jagannath'>temple of Lord Jagannath</a> at Behta Burjag village in Ghatampur

પાણીના ટીપા પરથી લગાવાય છે વરસાદનો અંદાજ

આપણા દેશમાં ચોમાસું ક્યારે બેસશે અને વરસાદ કેવો રહેશે એ જાણવા માટે આપણે હવામાન વિભાગ, મીડિયામાં આવતા સમાચારો પર આધારિત હોઈએ છીએ જો કે કાનપુરના આ મંદિરમાં જે રીતે વરસાદનું અનુમાન લેવામાં આવે છે તેના પરથી એવું લાગે છે જાણે સાક્ષાત ઈશ્વરના આશીર્વાદ તેમાં સમાયેલા છે. આ મંદિરને લોકો ખૂબ અલગ અલગ નામથી બોલાવે છે કેટલાક લોકો તેને મોસમ મંદિર કહે છે. કેટલાક રહસ્ય મંદિર પણ કહે છે. રહસ્ય એટલા માટે કેમકે ચોમાસુ બેસવાના 10 થી 15 દિવસ પહેલા જ આ મંદિરના ગુંબજ પર પાણીના ટીપાં પડવા માંડે છે. જો આ પાણીના ટીપાની સતત ધાર પડતી રહે છે. વેગમાં પડતી હોય તો તેનો અર્થ એવો થાય છે કે ચોમાસુ સારું રહેશે, અને જો ગુંબજ કોરો રહી જાય તો તેનો અર્થ એવો થાય કે ચોમાસુ સારું નહિ રહે. ગુંબજની જે પરિસ્થિતિ હોય તેના પરથી ખેડૂતો તેમનું ખેતીકામ આગળ ધપાવે છે. 


પુરાતત્વ વિભાગ કરી રહ્યું છે રહસ્યનું સંશોધન

મંદિરની ખાસ વાત તો એ છે કે મંદિરમાંથી દર વર્ષે જે સંકેત મળે છે તે આજ સુધી ક્યારેય ખોટા સાબિત થયા નથી. એટલે કે ચોમાસુ એવું જ રહે છે જેવો મંદિરમાંથી સંકેત મળે છે. ભારતીય પુરાતત્વ વિભાગના અનેક અધિકારીઓ અને વૈજ્ઞાનિકો પણ આ રહસ્યનું સંશોધન કરી રહ્યા છે. પુરાતત્વ વિભાગે કાર્બન ડેટિંગ પણ કર્યું છે જેના પરથી વિગતો મળી છે કે આ મંદિર 4000 વર્ષ જૂનું છે.


મંદિરના ચમત્કારો અંગે થાય છે દેશભરમાં ચર્ચા

ભગવાન જગન્નાથના આ મંદિરના નિર્માણને લઈને ઈતિહાસકારો અને પુરાતત્વવિદોમાં મતભેદ છે. ગર્ભગૃહની અંદર અને બહાર કોતરવામાં આવેલી આકૃતિઓ અનુસાર, આ મંદિર બીજી અને ચોથી સદીની વચ્ચે બંધાયેલું હોવું જોઈએ. જો કે આ મંદિર તેના ચમત્કારો માટે દેશભરમાં ખ્યાતિ પામેલું છે.. દર વર્ષે હજારોની સંખ્યામાં લોકો આ મંદિરના રથયાત્રા ઉત્સવમાં ભાગ લે છે.. આવી અવનવી વાતોના વીડિયો અમે આપના સુધી પહોંચાડતા રહીશું. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે