મહારાષ્ટ્રમાં સર્જાયો ભીષણ રોડ અકસ્માત, બસમાં લાગેલી આગમાં આટલી જિંદગી હોમાઈ, સીએમે શોક કર્યો વ્યક્ત


  • Published By :
  • Published Date : 2023-07-01 11:56:11

આપણે બસ મુસાફરી કરી રહ્યા હોઈએ અને એ બસ મુસાફરી આપણી અંતિમ યાત્રામાં ફેરવાઈ જાય તો? યાત્રા કરતી વખતે આપણને એવું હોય કે આપણે આપણા ડેસ્ટિનેશન પહોંચી શું, પરંતુ ઘણી વખત તે બસને અકસ્માત નડતો હોય છે. આ વાત એટલા માટે કરી રહ્યા છે કે કારણ કે મહારાષ્ટ્રના બુલઢાણામાં એક ભયંકર અકસ્માત સર્જાયો છે. બસ પોલ સાથે અથડાઈ જતા અને ડિવાઈડર પર ચઢીને પલટી ગઈ હતી. જેને કારણે બસમાં આગ લાગી ગઈ અને 26 લોકો બળીને મોતને ભેટ્યા હતા. આ ઘટના શુક્રવારે મોડી રાત્રે સર્જાઈ હતી. મહત્વનું છે કે બસની બારીના કાચ તોડીને આઠ લોકોને બચાવી લેવાયા હતા. બસમાં 33 લોકો સવાર હતા.

 

મહારાષ્ટ્રમાં સર્જાયો ભીષણ રોડ અક્માત 

અકસ્માતની સંખ્યા પ્રતિદિન વધી ગઈ છે. અકસ્માતમાં અનેક લોકો મોતને ભેટી રહ્યા છે. દરરોજ અકસ્માતના સમાચારો સામે આવતા રહે છે જેમાં આટલા લોકોના મોત થયા છે આટલા લોકો ઘાયલ થયા છે તેવી માહિતી આપવામાં આવતી હોય છે. ત્યારે એક ભીષણ રોડ અકસ્માત મહારાષ્ટ્રના બુલઢાણામાં શુક્રવારે મોડી રાત્રે બન્યો છે. બુલઢાણા જિલ્લાના સિંદખેડારાજા નજીક બસ પોલ સાથે ભટકાઈ તે બાદ ડિવાઈડર સાથે ભટકાઈ અને તે બાદ આખી બસ પલટી ગઈ અને અંતે બસ સળગી ગઈ.

26 લોકો બળીને થયા ખાખ  

આ બસમાં 33 લોકો સવાર હતા. 26 લોકો બસમાં લાગેલી આગમાં હોમાઈ ગયા છે. અંદાજીત આઠ લોકોને બચાવી લેવામાં  આવ્યા છે. આ અકસ્માતમાં ડ્રાઈવરનો જીવ પણ બચી ગયો છે. અકસ્માત અંગે પોલીસે જણાવ્યું કે ટાયર ફાટી ગયા પછી આ અકસ્માત સર્જાયો છે. જે બાદ ડીઝલની ટાંકીમાં આગ લાગી હતી જેને કારણે બસમાં આગ ફેલાઈ ગઈ અને આ અકસ્માત સર્જાયો.   

આ રીતે બસ સાથે સર્જાઈ દુર્ઘટના 

જે બસને અકસ્માત નડયો હતો તે લકઝરી બસ નાગપુરથી મુંબઈ જઈ રહી હતી, તે વચ્ચે જ આ અકસ્માત સર્જાયો છે. રાત્રે  લગભગ 1.30 વાગ્યાની આસપાસ આ ભીષણ અકસ્માત સર્જાયો છે. જે લોકોને બચાવવામાં આવ્યા છે તેમની હાલત પણ ગંભીર છે. 7 જેટલા મુસાફરોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં  આવ્યા છે. અકસ્માતને લઈ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ સિંદેએ શોક વ્યક્ત કર્યો છે અને મૃતકોના પરિવારને સહાય આપવાની જાહેરાત કરી છે. પાંચ લાખની સહાય આપવામાં  આવશે. આ ઘટના અંગે પણ તપાસ કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં  આવી છે. 


અનેક વખત સર્જાયા છે ભીષણ રોડ અકસ્માત

આની પહેલા પણ અનેક એવા કિસ્સાઓ છે જેમાં બસને અકસ્માત નડ્યો હોય અને લોકોના જીવ ગયા હોય. એપ્રિલ 2023માં પૂણે-બેંગ્લૂરૂ હાઈવે પર અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રક અને બસ વચ્ચે ટક્કર થતાં ચાર જેટલા લોકોના મોત થયા હતા. તે સિવાય પણ મધ્યપ્રદેશમાં પણ એક ભીષણ રોડ અકસ્માત થયો હતો જેમાં બસ અને કાર વચ્ચે ટક્કર થઈ હતી જેમાં 11 જેટલા લોકોના મોત થયા હતા. 


આટલા લોકોએ ગુમાવ્યા છે જીવ 

તે સિવાય મહારાષ્ટ્રમાં  એપ્રિલ 2023માં દુર્ઘટના સર્જાઈ હતી જેમાં બસ ખાઈમાં પડી ગઈ હતી અને 13 જેટલા લોકોના મોત થયા છે. તે પહેલા કલોલમાં પણ પાંચ મુસાફરોના એસટી બસની અડફેટે આવતા મોત નિપજ્યાં હતા. તે પહેલા આગરામાં પણ  ટેન્કરની પાછળ બસ ઘૂસી જતા અનેક લોકોના મોત થયા હતા. થોડા સમય પહેલા મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં ભયંકર માર્ગ અકસ્માત સર્જાયો હતો તેમાં બસની ટક્કરથી 6 લોકોના મોત થયા છે.       



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.