શાકભાજી વેચતા વેપારીને ટામેટા ચોરી થવાનો ડર! શાકની ટોકરીમાં મૂક્યો સીસીટીવી કેમેરો, જુઓ તસવીરો


  • Published By :
  • Published Date : 2023-07-07 16:37:35

આપણે જ્યારે મોટી દુકાનોમાં, સુપર મોલમાં અથવા તો સોના ચાંદીની દુકાનમાં ખરીદી કરવા જતા હોઈએ ત્યારે ત્યાં લખવામાં  આવતું હોય છે કે U are under CCTV Surveillance. દુકાનની તેમજ સામાનની સુરક્ષા માટે સીસીટીવી રાખવામાં આવે છે. પરંતુ શું તમે શાકભાજીની લારી પર સીસીટીવી કેમેરા મૂકેલા જોયા છે? જવાબ હશે કે ના, ઉલટાનું તમે સામે પ્રશ્ન કરશો કે શાકભાજીની દુકાનમાં કેમેરા કોણ રાખે? પરંતુ મોંઘવારીએ હદે વધી ગઈ છે કે કે શાકભાજીનું વેચાણ કરતા વેપારીઓ પણ કેમેરા રાખતા થઈ ગયા છે.  

 આ દરમ્યાન હાસન જિલ્લાના ધરણી, બેલૂર નજીક ગોની સોમનહલ્લી ગામમાં એક ટામેટા ઉત્પાદન આજે સવારે આઘાતમાં હતા. તેમણે આજે સવારમાં પોતાના ખેતરમાંથી ટામેટા ઉતારવાનો પ્લાન બનાવ્યો હતો. જો કે, અમુક ચોર લોકોએ લાખો રૂપિયાની કિંમતના 50થી 60 બોરી ટામેટા લૂંટીને જતા રહ્યા હતા. તેમણે છોડ પરથી ટામેટા ઉતારીને ભાગી ગયા હતા.

ટામેટાના ઢગલા માટે લગાવ્યા કેમેરા

ચોમાસાના આગમનની સાથે શાકભાજીના ભાવમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. ટામેટા, બટાકા સહિતના શાકભાજીના ભાવોએ સદી ફટકારી દીધી છે. ટામેટાના ભાવ 160 રુપિયાની આસપાસ પહોંચી ગયા છે. તે સિવાય મરચાના ભાવ પણ સતત વધતા જઈ રહ્યા છે. ત્યારે શાકભાજીના ભાવ વધતા શાકભાજીના વેપારીઓ કેમેરા રાખતા થઈ ગયા છે. વધતા ભાવને જોતા વેપારીઓને સામાન ચોરાવાનો ડર ઉભો થઈ ગયો છે. શાકભાજીની ડિમાન્ડ વધતા કિંમતમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે કર્ણાટકના હાવેરીના અક્કી અલુરુમાં એક વેપારીએ પોતાના ટામેટાના ઢગલા માટે ટાઈટ સિક્યોરિટી ગોઠવી છે. 

 ખેડૂતનું કહેવું છે કે, લોકો આવે છે અને મારી પાસેથી ટામેટા ખરીદે છે, કારણ કે તે આ બજારમાં સૌથી સારા છે. જો કે,જ્યારે હું અન્ય ગ્રાહકોમાં વ્યસ્ત હોવ છું ત્યારે અમુક લોકો છુટક ટામેટા લઈ લેતા હોય છે, જે મને ખબર નથી રહેતી. હું મારી મહેનતનું જરાં પણ જવા દેવા નથી માગતો. એટલા માટે સીસી કેમેરાની વ્યવસ્થા કરી છે. આ મારી પોતાની સુરક્ષા માટે છે.

પેટ્રોલના ભાવ કરતા પણ વધારે મોંઘા ભાવે વેચાઈ રહ્યા છે ટામેટા

ટામેટાને સુરક્ષિત રાખવા કેમેરા લગાવનારા ખેડૂતે કહ્યું કે મારી દુકાનમાં ગ્રાહકોની ભારે ભીડ રહે છે. જો હું અન્ય ગ્રાહકોમાં વ્યસ્ત હોવું તો અમુક લોકો છુટક ટામેટા લઈને જતા રહે છે. જે મને ખબર નથી પડતી. હું મારી મહેનતનું જરા પણ જવા દેવા નથી માગતો, એટલા માટે સીસીટીવીની વ્યવસ્થા કરી છે. મહત્વનું છે કે ટામેટા આજે પેટ્રોલ કરતા પણ મોંઘા વેચાઈ રહ્યા છે. દિવસેને દિવસે શાકભાજીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.  

 આ દરમ્યાન હાસન જિલ્લાના ધરણી, બેલૂર નજીક ગોની સોમનહલ્લી ગામમાં એક ટામેટા ઉત્પાદન આજે સવારે આઘાતમાં હતા. તેમણે આજે સવારમાં પોતાના ખેતરમાંથી ટામેટા ઉતારવાનો પ્લાન બનાવ્યો હતો. જો કે, અમુક ચોર લોકોએ લાખો રૂપિયાની કિંમતના 50થી 60 બોરી ટામેટા લૂંટીને જતા રહ્યા હતા. તેમણે છોડ પરથી ટામેટા ઉતારીને ભાગી ગયા હતા.


 મુતપ્પા નામના ખેડૂત, જેણે હાલમાં જ પોતાના ખેતરમાંથી ટામેટા ઉતાર્યા હતા. સ્થાનિક બજારમાંથી તે એક સીસી કેમેરા લાવ્યો. તે અન્ય ખેડૂતની માફક ટામેટા વેચવા માટે લાઈનમાં બેસી ગયો. તેણે ટામેટાનો ઢગલો કર્યો, તેની સાથે અમુક બીજી શાકભાજી પણ વેચવા લાવ્યો. જો કે, અહીં તેણે શાકભાજીની માટે એક ટોકરીમાં સીસી કેમેરા લગાવ્યા હતા, જે એક બેટરી સાથે જોડાયેલ હતો.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.