બિપોરજોયનું કવરેજ કરતા પાકિસ્તાની રિપોર્ટરનો વીડિયો થયો વાયરલ! વીડિયો જોઈ લોકો કેમ ચાંદ નવાબને કરી રહ્યા છે યાદ! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-06-15 12:23:17

બિપોરજોય વાવાઝોડાની અસર ન માત્ર ગુજરાત પર થઈ રહી છે પરંતુ પાકિસ્તાન પર પણ થવાની છે. જેમ અહિંયા રિપોર્ટર દ્વારા સતત અપડેટ આપવામાં આવી રહી છે તેમ પાકિસ્તાન મીડિયા દ્વારા પણ વાવાઝોડાને લઈ અપડેટ આપવામાં આવી રહી છે. ત્યારે પાકિસ્તાનના એક રિપોર્ટરનો વીડિયો સામે આવ્યો છે જે ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વાવાઝોડાના કવરેજ દરમિયાન તે અચાનક દરિયામાં કૂદી પડે છે. પાણીમાં કુદીને તે બતાવે છે કે પાણી કેટલું ઉંડુ છે અને કેટલું નીચું છે. આ વીડિયો જોઈને દર્શકો હસી હસીને લોતપોત થઈ જશે.


પાકિસ્તાની રિપોર્ટરનો વીડિયો થઈ રહ્યો છે વાયરલ!

સોશિયલ મીડિયા પર એક પાકિસ્તાની રિપોર્ટરનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેને લોકો ચાંદ નવાબ પાર્ટ 2 ગણાવી રહ્યા છે. થોડા વર્ષો પહેલા આવેલી ફિલ્મમાં પાકિસ્તાની રિપોર્ટર ચાંદ નવાબે જે પ્રકારે રિપોર્ટિંગ કર્યું હતું તે જ પ્રમાણે આ રિપોર્ટિંગ સ્ટાઈલને લોકો ગણી રહ્યા છે. બિપોરજોયનું સંકટ ન માત્ર ગુજરાત પર પરંતુ પાકિસ્તાનમાં પણ તોળાઈ રહ્યું છે. જેટલો ખતરો ગુજરાત પર છે તેટલો જ સંકટ પાકિસ્તાન પર પણ છે. જેમ અહિંયા રિપોર્ટરો દ્વારા વાવાઝોડાની અપડેટ આપવામાં આવી રહી છે તેમ ત્યાંના રિપોર્ટરો પણ સતત અપડેટ આપી રહ્યા છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક પાકિસ્તાની રિપોર્ટરની રિપોર્ટીંગ સ્ટાઈલનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. 


લોકોને ખૂબ પસંદ આવી રહી છે રિપોર્ટિંગ સ્ટાઈલ!

જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં પત્રકાર પોતાનું નામ અબ્દુર રહેમાન જણાવી રહ્યા છે. વીડિયોમાં રિપોર્ટર એમ કહેતા સાંભળી શકાય છે કે આજે પણ સમુદ્ર કેવો છે તે અમારો કેમેરામેન તમને દેખાડશે કે કેવી રીતે માછીમારોએ પોતાની બોટને કિનારા પર લાવી દીધી છે. હું તમને પાણીમાં કૂદીને બતાવીશ કે પાણી કેટલું ઊંડુ છે અને આમ કહેતા કહેતા પત્રકાર અચાનક ડુબકી મારે છે અને પાણીમાંથી વાવાઝોડાની અપડેટ આપવાની શરૂ કરી દે છે. રિપોર્ટની આ રિપોર્ટિંગ સ્ટાઈલને લોકો જોવાનું પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ત્યારે તમે વાયરલ વીડિયો વિશે શું કહેશો? 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.