વગર હેલ્મેટએ વાહન ચલાવી રહ્યો હતો યુવક, પોલીસને જોતા જ ચલાણથી બચવા અપનાવ્યો આવ્યો રસ્તો કે ટ્રીક થઈ ગઈ વાયરલ!


  • Published By :
  • Published Date : 2023-04-24 11:32:59

ટ્રાફિકની વ્યવસ્થા જળવાય તે માટે ટ્રાફિક પોલીસને તૈનાત કરવામાં આવતી હોય છે. જો તમે ટ્રાફિકનો નિયમ તોડો છો તો  ટ્રાફિક તમને સાઈડ બોલાવી દેતી હોય છે ડોક્યુમેન્ટ બતાવવાનું કહેતી હોય છે. વાહન ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું ફરજિયાત હોય છે. પરંતુ અનેક વાહન ચાલકો એવા હોય છે જે હેલ્મેટ પહેર્યા વગર ડ્રાઈવ કરતા હોય છે અને જ્યાં પોલીસ દેખાતી હોય છે ત્યારે વાહનને ભગાડે છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં હેલ્મેટ પહેર્યા વગર નિકળેલા યુવાને પોલીસથી બચવા આ રસ્તો અપનાવ્યો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો ક્યાંનો છે તે જાણી શકાયું નથી.

  

પોલીસથી બચવા યુવકે કર્યો આ જુગાડ!

પોલીસથી બચવા માટે લોકો અલગ અલગ રસ્તાઓ અપવાનતા હોય છે. ટ્રાફિક પોલીસ જ્યારે પકડે છે ત્યારે અનેક લોકો ઝડપથી વાહન ચલાવી પોલીસથી બચવાનો પ્રયત્ન કરતા હોય છે. ત્યારે સોશિયલ મીડિયા પર પોલીસથી બચવા માટે વ્યક્તિએ કરેલો જુગાડ વાયરલ થઈ રહ્યો છે. વગર હેલમેટે વાહન ચલાવતા વ્યક્તિને ખબર પડી જાય છે કે હવે ચલાણ કપાશે. જે બાદ તે પોતાનું દિમાગ લગાવી સ્કુટી બંધ કરી નીચે ઉતરી એક્ટિવાને ધક્કો મારવાનું શરૂ કરી દે છે. જ્યારે વાહનમાં પેટ્રોલ ખતમ થઈ ગયું ત્યારે જે રીતે ધક્કો મારતા હોઈએ છીએ એવી રીતે. ધક્કા મારી યુવક પોલીસ સામેથી નિકળી જાય છે.અને આગળ જઈને વાહનને ચાલુ કરી દે છે અને સડસડાટ કરતો આગળ નીકળી જાય છે.


વાહન ચલાવતી વખતે આપણી સલામતી માટે હોય છે હેલ્મેટ!    

આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પોલીસથી બચવા માટે અપનાવામાં આવેલી ટેક્નીક લોકોને પસંદ આવી રહી છે. પરંતુ એટલું કહેવું છે કે હેલ્મેટ આપણી સુરક્ષા માટે હોય છે. ઉપરાંત જે પણ ટ્રાફિકના નિયમો બનાવવામાં આવ્યા છે તે આપણા હિત માટે હોય છે. તમામ નિયમોનું પાલન કરવું જોઈએ. વાહન ચલાવતી વખતે આપણી સલામતી મુખ્ય હોય છે.    




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.