AAP-BJPના કાઉન્સિલરોએ એકબીજા પર પાણીની બોટલો ફેંકી, દિલ્હીમાં મેયરની ચૂંટણી બાદ આખી રાત ચાલ્યો હોબાળો


  • Published By :
  • Published Date : 2023-02-23 10:44:47

બુધવારે દેશની રાજધાની દિલ્હીમાં મેયર માટેની ચૂંટણી પૂર્ણ થઈ છે. જેમાં મેયર તરીકે આમ આદમી પાર્ટીના ઉમેદવાર શૈલી ઓબેરોયનો વિજય થયો છે. ચૂંટણી પૂર્ણ થયા બાદ સ્ટેન્ડિંગ કમિટીની ચૂંટણી યોજાવાની હતી. જેને લઈ ભારે હોબાળો શરૂ થઈ ગયો હતો. પ્રક્રિયા દરમિયાન કાઉન્સિલરો વચ્ચે મારા મારીના દ્રશ્યો સર્જાયા હતા. ભાજપ અને આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો સામ સામે આવી ગયા હતા અને હાથમાં જે આવ્યું તે ફેંકવાની શરૂઆત કરી. એકબીજા પર બોટલો ફેંકી, બંને પાર્ટીના નેતાઓ વચ્ચે મારામારી પણ થઈ. જેને કારણે કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી હતી.


શુક્રવારે યોજાશે સ્ટેન્ડિંગ કમિટીની ચૂંટણી 

બુધવારે દિલ્હી નગર નિગમમાં મેયરની ચૂંટણી યોજાઈ હતી. ચૂંટણીમાં આપના ઉમેદવારની જીત થઈ હતી. જે બાદ બુધવાર સાંજે સ્ટેંડિંગ કમિટીની ચૂંટણીની શરૂઆત થઈ. ચૂંટણીની શરૂઆત થતાં જ બંને પક્ષના કાઉન્સિલરો વચ્ચે બોલાચાલી થઈ અને ચૂંટણીમાં જબરદસ્ત હંગામો શરૂ થયો. જેને પગલે ચૂંટણી ગુરુવારે સવારે કરવાનો નિર્ણય લેવાયો. પરંતુ ગુરુવારે પણ હોબાળો શરૂ થયો જેને કારણે કાર્યવાહીને શુક્રવાર સવાર સુધી સ્થગિત કરવામાં આવી હતી. સ્ટેંડિંગ કમિટીની ચૂંટણી શુક્રવારે યોજાશે.     


એક બીજા પર કાઉન્સિલરોએ ફેંકી બોટલ 

ભાજપ અને આપના કાઉન્સિલરો વચ્ચે મારામારી પણ થઈ. મહિલા કાઉન્સિલરો પણ લડતા દેખાયા હતા. એક બીજા પર લાતો અને મુક્કા મારવાની શરૂઆત થઈ. ભારે હોબાળો થવાને કારણે અનેક વખત કાર્યવાહી સ્થગિત કરવામાં આવી. ગૃહની કાર્યવાહી કોઈ વખત એક કલાક માટે તો કોઈ વખત અડધો કલાક માટે સ્થગિત કરવામાં આવી હતી.કાઉન્સિલરો એક બીજા પર બોટલો ફેંકતા હતા.       




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે