સોશિયલ મીડિયા પર અભિનેત્રી અમિષા પટેલે ગદર-2 ફિલ્મના ડાયરેક્ટરની ઝાટકણી કાઢી! જાણો એવું તો શું લખ્યું કે થઈ ગયો વિવાદ?


  • Published By :
  • Published Date : 2023-07-04 13:31:31

અમિષા પટેલ અને સની દેઓલની ગદર-2 આવતા મહિને રિલીઝ થવાની છે. આ ફિલ્મનું જ્યારથી ટ્રેલર રિલીઝ થયું ત્યારથી ફેન્સ તેની આતુરતા પૂર્વક રાહ જોઇ રહ્યા છે.. જો કે ફિલ્મ સિનેમાઘરોમાં આવે તે પહેલા જ વિવાદોમાં આવી ગઇ છે. અમિષા પટેલે ફિલ્મના ડિરેક્ટર અનિલ શર્મા સામે ટ્વિટ કરી અને ગંભીર આરોપો લગાવ્યા છે.. અભિનેત્રીએ ટ્વિટ કરી લખ્યું કે ફિલ્મના સેટ પર અનિલનું મેનેજમેન્ટ સારું ન હતું.. અનિલ શર્માએ ફિલ્મના ક્રૂ મેમ્બરોને પૈસા ચૂકવ્યા નથી અમીશાએ ટ્વિટમાં લખ્યું છે કે ચાહકોની જાણકારી માટે હું કહી દઉં કે અનિલ શર્મા પ્રોડક્શન તરફથી  'ગદર 2'ના છેલ્લા શેડ્યૂલ દરમિયાન ઘણા ટેકનિશિયન, મેક-અપ આર્ટિસ્ટ અને કોસ્ચ્યુમ ડિઝાઈનરને ડિરેક્ટર અને તેની પ્રોડક્શન કંપની પાસેથી તેમના પૂરા પૈસા મળ્યા નથી.

 

ફિલ્મના ડિરેક્ટરને લઈ અમિષા પટેલે કહી આ વાત

છેલ્લા ઘણા સમયથી અમિષા પટેલ અને સની દેઓલ પોતાની આગામી ફિલ્મ ગદરને લઈ ચર્ચામાં રહ્યા છે. ગદર-2 રિલીઝ થાય ચે પહેલા સિનેમાઘરોમાં ગદર ફિલ્મ ઘણા વર્ષો બાદ રિલીઝ કરવામાં આવી હતી. અનેક એવી ફિલ્મો એવી હોય છે જે રિલીઝ થાય તે પહેલા જ વિવાદોમાં ઘેરાઈ જાય. ત્યારે આ ફિલ્મને લઈ પણ વિવાદ છેડાયો છે કારણે કે ફિલ્મની અભિનેત્રી અમિષા પટેલે ટ્વિટ કરી હતી. આ બિલકુલ સાચી વાત છે. અમિષાએ ફિલ્મના ડિરેક્ટર અનિલ શર્મા સામે ટ્વિટ કરી અને ગંભીર આરોપો લગાવ્યા છે.. અભિનેત્રીએ ટ્વિટમાં લખ્યું છે કે ફિલ્મના સેટ પર અનિલનું મેનેજમેન્ટ સારું ન હતું..



ઝી સ્ટૂડિયોના કર્યા વખાણ

ઝી સ્ટુડિયોના વખાણ કરતા અમિષાએ કહ્યું- 'ઝી સ્ટુડિયોએ એક મોટું પગલું ભર્યું અને તમામ લોકોના બાકી પૈસા પરત કરી દીધા, કારણ કે તે એક પ્રોફેશનલ કંપની છે.' અન્ય એક ટ્વિટમાં અમિષાએ લખ્યું- 'છેલ્લા દિવસે નિવાસ સ્થાનથી ચંદીગઢ એરપોર્ટ સુધી અને ફૂડ બિલ પ્રોડક્શન કંપની દ્વારા ચૂકવવામાં આવ્યું ન હતું. આ સિવાય કેટલાક કાસ્ટ અને ક્રૂ મેમ્બર્સને કાર પણ મળી ન હતી, જેના કારણે તેઓ ચંદીગઢમાં ખૂબ જ પરેશાન હતા. પછી ઝી સ્ટુડિયો વચ્ચે આવ્યો અને અનિલ શર્માની સમસ્યાઓનો ઉકેલ શોધી કાઢ્યો.


અમિષા પટેલને ચાહકોએ કરી હતી ટ્રોલ 

આ પહેલા પણ અમીશાએ આ ફિલ્મને લઇને વિવાદ ઉભો કરવાનો પ્રયાસ કર્યો હતો.. અમીષા પટેલે પોતાની જ ફિલ્મનો એક સ્પોઈલર ડ્રોપ કર્યો હતો. જેના માટે ચાહકોએ તેને ટ્રોલ કરી હતી. આ સ્પોઇલરમાં એક સીન બતાવવામાં આવ્યો હતો, જેમાં તારા એટલે કે સની દેઓલ એક કબર પાસે રડતો જોવા મળ્યો. ટીઝર રીલીઝ થયું ત્યારથી જ ચાહકો અનુમાન લગાવી રહ્યા હતા કે અમીષા એટલે કે સકીના ફિલ્મના અંતમાં મૃત્યુ પામે છે. જો કે અમીશાએ સસપેન્સ ખોલી નાખ્યું અને કહ્યું કે આ કબર સકીનાની નથી અને સકીના ફિલ્મમાં મરવાની નથી.. ગદર-2 માં હવે વધુ એક સરપ્રાઇઝ ફેક્ટર ઉમેરાયું છે.. આ ફિલ્મમાં નાના પાટેકર પણ જોડાયા છે.. જો કે નાના પાટેકર ઓનસ્ક્રીન નહી જોડાય તે આ ફિલ્મમાં પોતાનો અવાજ આપી રહ્યા છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે