પૂર્વ સાંસદ અને અભિનેત્રી જયાપ્રદાને તમિલનાડુની એગ્મોર કોર્ટે ફટકારી 6 મહિનાની સજા, જાણો શું છે મામલો


  • Published By :
  • Published Date : 2023-08-11 19:39:54

તમિલનાડુની એગ્મોર કોર્ટે અભિનેત્રી અને પૂર્વ રાજ્યસભા સાંસદ જયાપ્રદાને 6 મહિનાની જેલની સજા ફટકારી છે.  મળતી માહિતી મુજબ, જયાપ્રદાના થિયેટર વર્કરોએ તેમની વિરુદ્ધ રાજ્ય વીમા નિગમને ESI ન ચૂકવવાનો આરોપ લગાવીને કેસ દાખલ કર્યો હતો. ચેન્નાઈના રાયપેટામાં જયાપ્રદાની માલિકીના એક મૂવી થીયેટરના કર્મચારીઓ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી બાદ કોર્ટે તેમના પર 5 હજારનો દંડ પણ લગાવ્યો છે. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે જયાપ્રદા સહિત ત્રણને છ મહિનાની કેદ અને પાંચ હજાર રૂપિયાના દંડની સજા ફટકારી હતી. 


શું હતો સમગ્ર મામલો?


તે ચેન્નાઈના રામ કુમાર અને રાજ બાબુ સાથે રાજ્યની રાજધાની ચેન્નાઈના અન્ના સલાઈમાં થિયેટર ચલાવતી હતી. મળતી માહિતી મુજબ આ થિયેટર હવે અસ્તિત્વમાં નથી. તે છેલ્લા 10 વર્ષથી બંધ હાલતમાં છે. આ કિસ્સામાં, ત્યાં કામ કરતા તેમના થિયેટર કર્મચારીઓ પાસેથી એકત્ર કરાયેલ ESI કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC)ને ચૂકવવામાં આવ્યું ન હતું. આ સંદર્ભે ESIC એ ચેન્નાઈની એગ્મોર કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. આ કેસ સામે જયાપ્રદા અને અન્યો દ્વારા મદ્રાસ હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી 3 અરજીઓ ફગાવી દેવામાં આવી હતી. જ્યારે આ મામલો એગ્મોર કોર્ટના ન્યાયાધીશ સમક્ષ સુનાવણી માટે આવ્યો ત્યારે જયાપ્રદાએ કહ્યું કે તે મજૂરો પાસેથી મળેલી રકમ ચૂકવશે. પરંતુ ESICના વકીલે તેની સામે વાંધો ઉઠાવ્યો હતો.


કેવું રહ્યું સિનેમા અને રાજકીય કેરિયર? 


અભિનેત્રી જયાપ્રદા 80ના દાયકામાં ખૂબ લોકપ્રિય હતી. કમલ હાસન અભિનીત સલંગાઈ ઓલી જયાપ્રદાની પ્રખ્યાત ફિલ્મ છે. તેણે કોલીવુડ, ટોલીવુડ અને બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં 300 થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો છે. આ પછી તે રાજકારણમાં આવી અને સાંસદનું પદ પણ સંભાળ્યું હતું.


જયાપ્રદા વર્ષ 2004 અને 2009માં બે વખત લોકસભામાં સમાજવાદી પાર્ટી તરફથી રામપુરનું પ્રતિનિધિત્વ કરી ચુકી છે. રસપ્રદ બાબત એ છે કે રામપુરથી સાંસદ રહી ચુકી જયાપ્રદાનું રાજકીય કેરિયર 1994માં તેલુગુ દેશમ પાર્ટીથી શરૂ થયું હતું. જયા પ્રદા 1996માં આંધ્રપ્રદેશથી અગાઉ રાજ્યસભા માટે ચુંટાઈ હતી. ત્યાર બાદ વર્ષ 2004માં તેમણે સમાજવાદી પાર્ટીનો હાથ પકડ્યો હતો. તેમણે રાષ્ટ્રિય લોકદળથી લોકસભાની ચૂંટણી લડી પણ હારી ગયા હતા.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે