અભિનેત્રી કંગના રનૌતની ઈન્ટા સ્ટોરી ઉભો કરી શકે વિવાદ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-18 16:45:59

બોલિવુડ એક્ટર કે એક્ટ્રેશ કોઈને કોઈ કારણોસર વિવાદમાં ઘેરાયેલા રહેતા હોય છે. ત્યારે કંગના રનૌત અનેક વખત વિવાદમાં ઘેરાયેલી રહેતી હોય છે. કંગના રનૌત પોતાના બોલ્ડ નેચર અને પોતાની ચોઈસને કારણે અનેક વખત ચર્ચામાં રહેતી હોય છે. કોઈને કોઈ કારણોસર તે વિવાદમાં ઘેરાયેલી હોય છે. પોતાના આવા નેચરને કારણે તેમને ધાકડ ગર્લ તરીકે પણ ઓળખવામાં આવે છે. સોશિયલ મીડિયા પર પણ તે ખૂબ એક્ટિવ હોય છે. પોતાની પોસ્ટને કારણે તેઓ હમેશા વિવાદોમાં રહેતી હોય છે. ત્યારે ફરી એક વખત તે વિવાદમાં ઘેરાઈ શકે છે.  

ઈન્ટા સ્ટોરીમાં શેર કરાયેલા ફોટો બન્યા ચર્ચાનો વિષય

કંગના હમેશા મહિલાઓની સશક્તિકરણની વાતો કરતી જોવા મળે છે. અનેક વખત ધર્મની તેમજ સ્ત્રી અધિકારની વાત પર તે ટિપ્પણી કરતી હોય છે. સ્ત્રીએ કેવી રીતે રહેવું જોઈએ, સ્ત્રીની મર્યાદા શું છે તેમજ ધર્મને લઈ અનેક વખત વિવાદોમાં ઘેરાઈ જતી હોય છે. સ્ત્રીને શિખામણ આપતા પણ તે અનેક વખત જોવા મળે છે. ત્યારે કંગનાએ ઈન્ટાગ્રામ પર સ્ટોરી શેર કરી છે. જેમાં તે એકદમ બોલ્ડ અંદાજમાં દેખાઈ રહ્યા છે. જે પોસ્ટ શેર કરી છે તેમાં ટ્રાન્સપરેન્ટ કપડા પહેર્યા છે. તેમના આ લુકને કારણે તેઓ ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે. અનેક લોકો તેમની ઉપર કમેન્ટ કરી છે કંગનાએ પોતે પહેલા કેવા કપડા પહેરવા જોઈએ તે શીખવું જોઈએ. પોતાની સ્ટોરીમાં તેણે લખ્યું છે કે મહિલાએ શું પહેરવું જોઈએ એ તેની પોતાની ચોઈસ છે. તેણે આ વાત પર વધારે ધ્યાન આપ્યું છે. 


ચાહકો આવા ફોટા પર વ્યક્ત કરી રહ્યા છે નારાજગી  

આ પોસ્ટને કારણે ફરી એક વખત કંગના ચર્ચાનો વિષય બની છે. લોકોને હમેશા જ્ઞાન આપતી કંગનાને લોકો તરફથી જ્ઞાન મળી રહ્યું છે. એક ચાહકે કહ્યું કે કંગના પોતાને રાજસ્થાની કહે છે તો રાજસ્થાની મહિલા કેટલી મર્યાદામાં રહે છે ત્યારે આણે તમામ હદ વટાવી નાખી છે. આવી અનેક કમેન્ટ કંગનાની આ પોસ્ટ પર જોવા મળી રહ્યા છે. જો તમે લોકોને જ્ઞાન આપશો તો લોકો પણ તમને જ્ઞાન આપશે તે સ્વાભાવિક છે.                        



વેરાવળના ટાવરચોકમાં એક જાહેર સભા હતી જેમાં આમ આદમી પાર્ટીના નેતા કોંગ્રેસના સમર્થનમાં સંબોધન કરી રહ્યાં હતા.. અને કોંગ્રેસ પર જ પ્રહાર કરી બેઠા....જગમલવાળા કોંગ્રેસમાંથી ધારાસભ્ય વિમલ ચૂડાસમા પર આકરા પ્રહાર કરતા જોવા મળ્યા તો સામે વિમલ ચૂડાસમાએ પણ જગમલ વાળાને ભાજપના માણસ ગણાવી દીધા...

પરષોત્તમ રૂપાલાનો વિરોધ ક્ષત્રિય સમાજના લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે... ઠેર ઠેક ભાજપનો વિરોધ થયો. ત્યારે વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલને ફરી એક વખત વિરોધનો સામનો કરવો પડ્યો છે તેવી માહિતી સામે આવી છે.

ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું છે. ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાએ ગેનીબેન ઠાકોર માટે પ્રચાર કર્યો છે. વીડિયો શેર કરવામાં આવ્યો છે જેમાં ચૈતર વસાવા ગેનીબેનને જીતાડવા માટે અપીલ કરી રહ્યા છે.

ગુજરાતમાં સાતમી તારીખે મતદાન થવાનું છે. નેતાઓ દ્વારા અનેક નિવેદનો આપવામાં આવ્યા છે જેને કારણે વિવાદ છેડાતો હોય છે. ત્યારે સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે નેતા અને ચૂંટણીને સમર્પિત રચના.