ગૌતમ અદાણી ગ્રુપની કંપનીઓમાં રોકાણ કરનાર બે મોરેશિયસ કંપનીઓ ઈન્કમ ટેક્સના રડારમાં


  • Published By :
  • Published Date : 2023-05-30 22:45:46

ગૌતમ અદાણીની માલિકીના અદાણી ગ્રૂપની કંપનીઓમાં ઓછામાં ઓછી બે મોરેશિયસ કંપનીઓએ રોકાણ કર્યુ હતું અને હિંડનબર્ગ રિસર્ચે અદાણી ગ્રૂપ વિશેના રિપોર્ટમાં તેમનો ઉલ્લેખ કર્યો હતો. આ મોરેશિયસ કંપનીઓ છેલ્લા એક દાયકા કરતા વધારે સમયથી ભારતના આવકવેરા વિભાગના રડારમાં હતી.


મોરેશિયસ સ્થિત આ કંપનીઓ પર નજર


વર્ષ 2017ના પેરેડાઈઝ પેપર્સની તપાસ દરમિયાન મળેલા રેકોર્ડ્સ દર્શાવે છે કે માવી ઈન્વેસ્ટમેન્ટ ફંડ લિમિટેડ (હવે APMS ઈન્વેસ્ટમેન્ટ ફંડ લિમિટેડ)ને મોરેશિયસ રેવન્યુ ઓથોરિટી (MRA) તરફથી સપ્ટેમ્બર 2012માં નોટિસ મળી હતી. આ નોટિસ માહિતીની જાણ કરવા અને ડાયરેક્ટ ટેક્સ અવોઇડન્સ એગ્રીમેન્ટ હેઠળ ભારતના આવકવેરાના અધિકારીઓને આગળ મોકલવા માટે હતી. આઇટી વિભાગના રડારમાં આવેલી બીજી વિદેશી કંપની લોટસ ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડ છે, જેણે 2005માં અદાણી ગ્રૂપની કંપનીઓમાં રોકાણ કરવાનું શરૂ કર્યું હતું. તેને મોરેશિયસ રેવન્યૂ ઓથોરિટી તરફથી જુલાઈ 2014માં ઉપરોક્ત કંપની જેવી જ સમાન નોટિસ મળી હતી. આ દસ્તાવેજો ઓફશોર લીગલ ફર્મ Applebyના ખાનગી રેકોર્ડ છે.


હિંડનબર્ગ રિસર્ચે પણ કર્યો હતો ખુલાસો


હિંડનબર્ગ રિસર્ચે અદાણી ગ્રૂપ અંગેના તેના રિપોર્ટમાં મોરેશિયસની પાંચ સંસ્થાઓ – APMS ઇન્વેસ્ટમેન્ટ ફંડ (અગાઉની માવી ઇન્વેસ્ટમેન્ટ્સ), અલબુલા ઇન્વેસ્ટમેન્ટ ફંડ, ક્રેસ્ટા ફંડ, LTS ઇન્વેસ્ટમેન્ટ ફંડ અને લોટસ ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ ફંડને એક કથિત “સ્ટોક પાર્કિંગ એન્ટિટી” મોન્ટેરોસા ઇન્વેસ્ટમેન્ટ હોલ્ડિંગ્સના નિયંત્રણ હેઠળ રાખ્યા છે, (BVI) – જે સામૂહિક રીતે દોઢ દાયકામાં અદાણી જૂથની કંપનીઓમાં નોંધપાત્ર હિસ્સો ધરાવે છે.


13 વિદેશી એન્ટિટીની માલિકી પણ અસ્પષ્ટ


સુપ્રીમ કોર્ટ દ્વારા નિમાયેલી એક્સપર્ટ્સ કમિટીના જણાવ્યા અનુસાર, ઓક્ટોબર 2020થી માર્કેટ રેગ્યુલેટર સેબી દ્વારા તપાસ કરવામાં આવી રહેલી 13 વિદેશી કંપનીઓમાં આ ચાર કંપનીઓ હતી. “સેબીની શંકાનો આધાર જે વિદેશી કંપનીઓની માલિકીની તપાસ તરફ દોરી ગયો હતો તે એ છે કે તેમની પાસે ‘અપારદર્શક’ માળખું છે કારણ કે 13 વિદેશી એન્ટિટીની માલિકી પણ સ્પષ્ટ ન હતી,” સમિતિએ ધ્યાન દોર્યું હતું. ઑગસ્ટ 2010ના રેકોર્ડ્સ દર્શાવે છે કે, Applebyએ મોન્ટેરોસાને લોટસ, માવી, ક્રેસ્ટા, અન્યો સાથે સંબંધિત ફંડ ડોક્યુમેન્ટોમાં સુધારો કરવા અને રેકોર્ડ કરવા માટે બિલ મોકલામાં આવ્યુ હતું.


માવીએ 2006માં અદાણી ગ્રુપમાં કર્યું હતું રોકાણ


સેબીએ મે 2010માં સેબીના નિયમોનું ઉલ્લંઘન કરવાના બદલામાં સેટલમેન્ પેટે માવી તરફથી 10 લાખ રૂપિયાના પેમેન્ટનો સ્વીકાર કર્યો હતો. માવી (APMS તરીકે) અદાણી ટ્રાન્સમિશનમાં 1.86 ટકા અને અદાણી ટોટલ ગેસમાં 2.72 ટકા હિસ્સો ધરાવે છે. વર્ષ 2021સુધીમાં તેનો અદાણી ગ્રીન એનર્જીમાં 1.19 ટકા હિસ્સો હતો. માવીએ વર્ષ 2006માં અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ (AEL)માં રોકાણ કરવાનું શરૂ કર્યું હતું અને ગયા વર્ષે તે બહાર નીકળી ગઇ હતી. તેણે અદાણી પાવર લિમિટેડ (APL)નો સંપૂર્ણ હિસ્સો વર્ષ 2013માં ત્રણ બ્લોક ડીલમાં ગૌતમ અદાણીના મોટા ભાઈ વિનોદ અદાણીને વેચી દીધો હતો.


લોટસ ગ્લોબલનું  2009માં અદાણી પાવરમાં રોકાણ


લોટસ ગ્લોબલે ડિસેમ્બર 2009માં અદાણી પાવર લિમિટેડમાં તેનો હિસ્સો મોન્ટેરોસા હસ્તકની અલબુલા (મોરિશિયસ)ને વેચ્યો હતો. અદાણી એન્ટરપ્રાઇસિસમાં તેનો વર્ષ 2008માં 4.51 ટકા હતો જે ધીમે ધીમે ઘટાડીને વર્ષ 2010ના બીજા ક્વાર્ટર સુધીમાં એક્ઝિટ કરવામાં આવી હતી. જુલાઈ 2014માં મોરેશિયલ રેવન્યૂ ઓથોરિટીએ લોટસ ગ્લોબલને વર્ષ 2006 થી 2012 માટે ઓડિટેડ ફાઇનાન્સિયલ સ્ટેટમે્નટ્સ આપવા જણાવ્યુ હતુ લગભગ તે સમયગાળામાં લોટસ ગ્લોબલ અદાણી કંપનીઓમાં હિસ્સો ધરાવતુ હતું.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.