હિંડનબર્ગ રિપોર્ટે આપ્યો ઝટકો, અદાણી ગ્રુપની કંપનીઓમાં આજે પણ કડાકો બોલાયો


  • Published By :
  • Published Date : 2023-02-01 19:42:10

નાણામંત્રી નિર્મલા સીતારમણના ભવ્ય બજેટને શેરબજારે આવકાર્યું છે, ત્યારે ગૌતમ અદાણી ગ્રુપની કંપનીઓમાં આજે ફરી ભારે વેચવાલી જોવા મળી હતી. ગૌતમ અદાણી ગ્રુપની કંપનીઓમાં ભારે વેચવાલી જોવા મળી રહી છે. હિંડનબર્ગ રિપોર્ટ જાહેર થયા બાદ અદાણીની તમામ કંપનીઓનું શેરબજારમાં જોરદાર ધોવાણ થયું છે. 


અદાણીની કંઈ કંપનીના શેર તુટ્યા? 


જો ગૌતમ અદાણી ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝ વિશે વાત કરીએ તો તેના શેરમાં લગભગ 28 ટકાની નબળાઈ જોવા મળી હતી અને તે 838 ઘટીને રૂ. 2135 જેટલો રહ્યો હતો.


અદાણી જૂથની અદાણી પોર્ટ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોનમાં 117ની નબળાઈ જોવા મળી હતી અને તે લગભગ 19 ટકાના ઘટાડા સાથે 495ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.


અદાણી વિલ્મરમાં 23 રૂપિયાના ઘટાડા સાથે 5 ટકા તુટીને રૂ.443, અંબુજા સિમેન્ટ રૂ 67  કડાકાના કડાકા સાથે 16.72 ટકા તુટીને 334 રૂપિયાએ બંધ રહ્યો હતો.


બુધવારના ટ્રેડિંગમાં, ગૌતમ અદાણી ગ્રૂપના અદાણી ટ્રાન્સમિશન લિમિટેડના શેર લગભગ 2.85 ટકાની નબળાઈ નોંધાવી રહ્યા હતા અને 50 ઘટીને રૂ. 1,723 પર ટ્રેડ કરી રહ્યા હતા.


અદાણી પાવરના શેરમાં પાંચ ટકાની નબળાઈ હતી અને તે રૂ.11 ઘટીને રૂ.212 પર ટ્રેડ થઈ રહ્યો હતો. 


અદાણી ગ્રીન એનર્જી લિમિટેડના શેરમાં 5% થી વધુનો ઘટાડો નોંધાયો છે અને તે રૂ. 63 ના ઘટાડા સાથે રૂ. 1160 પર ટ્રેડ કરી રહ્યો છે. અદાણી ટોટલ ગેસના શેરમાં 10 ટકાની નબળાઈ હતી અને તે રૂ.210 ઘટીને રૂ.1893 પર ટ્રેડ થઈ રહ્યો હતો.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.