અદાણીની 7 કંપનીઓમાં મૂડીરોકાણથી LICને રૂ.38,509 કરોડનું નુકસાન


  • Published By :
  • Published Date : 2023-02-05 16:15:57

Hindenburg Researchનો રિપોર્ટ જાહેર થયા બાદ અદાણી ગ્રુપની કંપનીઓની કંપનીઓ શેરબજારમાં સતત તુટી રહી છે. શેર બજારમાં અદાણી ગ્રુપના માર્કેટ કેપમાં 100 અબજ ડોલરથી વધુનો ઘટાડો નોંધાયો છે. અદાણીની કંપનીઓના રોકાણકારોની મૂડી પણ લાખની બાર હજાર થઈ ગઈ છે. જો કે શેર બજારમાં અદાણીના શેર તુટતા  LICનો જોરદાર ફટકો પડ્યો છે. LIC ઉપરાંત મ્યુચ્યુંઅલ ફંડો અને FIIને પણ ભારે નુકસાન સહન કરવું પડ્યું છે. 


LICને રૂ.38,509 કરોડનું નુકસાન 


અદાણી ગ્રુપની કંપનીઓમાં રોકાણ કરવાના કારણે LICને જોરદાર ફટકો પડ્યો છે. અદાણીની કંપનીઓના શેર ઘટવાને કારણે LICને 38,509 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. LIC અદાણી ગ્રુપની 7 કંપનીઓમાં રોકાણ ધરાવે છે. જેમાં સૌથી વધુ રોકાણ અદાણી ટોટલ ગેસ, અદાણી પોર્ટ્સ અને અદાણી એન્ટરપ્રાઈઝીસમાં છે. છેલ્લા સાત સત્રોમાં LICનું રોકાણ મૂલ્ય રૂ. 38,509 કરોડ ઘટીને રૂ. 42,759 કરોડ થયું છે. 24 જાન્યુઆરીએ અદાણી ટોટલ ગેસમાં LICના હિસ્સાનું મૂલ્ય રૂ. 25,484 કરોડ હતું, જે હવે ઘટીને રૂ. 10,664 કરોડ થયું છે. તેવી જ રીતે, અદાણી પોર્ટ્સમાં તે રૂ. 15,029 કરોડથી ઘટીને રૂ. 9,854 કરોડ અને અદાણી એન્ટરપ્રાઇઝમાં રૂ. 16,585 કરોડથી ઘટીને રૂ. 7,632 કરોડ પર આવી ગયું છે. 24 જાન્યુઆરીએ અદાણી ટ્રાન્સમિશનમાં LICના રોકાણનું મૂલ્ય ઘટીને રૂ. 5,701 કરોડ થયું છે. એ જ રીતે, અંબુજા સિમેન્ટ્સ, એસીસી અને અદાણી ગ્રીન એનર્જીમાં LICના રોકાણને ઝટકો લાગ્યો છે.


મ્યુચ્યુઅલ ફંડને પણ ફટકો


LICની જેમ મ્યુચ્યુઅલ ફંડના રોકાણનું મૂલ્ય પણ ઘટ્યું છે, મ્યુચ્યુઅલ ફંડના રોકાણનું મૂલ્ય રૂ. 8,282 કરોડ ઘટીને રૂ. 16,280 કરોડ થયું છે. મ્યુચ્યુઅલ ફંડ પાસે અંબુજા સિમેન્ટ્સ, અદાણી પોર્ટ્સ, ACC અને અદાણી એન્ટરપ્રાઇઝિસમાં હોલ્ડિંગ છે. મ્યુચ્યુઅલ ફંડ્સે છેલ્લા ચાર ક્વાર્ટરમાં અદાણી એન્ટરપ્રાઇઝિસ અને અદાણી પોર્ટ્સમાં તેમનો હિસ્સો ઘટાડ્યો છે.


FII પણ રાતા પાણીએ રોયા


અદાણી ગ્રૂપના શેર ઘટવાને કારણે વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs)ને રૂ. 1,43,991 કરોડનું નુકસાન થયું છે અને હવે તેમના રોકાણનું મૂલ્ય ઘટીને રૂ. 148,742 કરોડ રહી ગયું છે. છેલ્લા ચાર ક્વાર્ટરમાં, FII એ અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી ગ્રીન એનર્જી, અદાણી ટોટલ ગેસ અને અદાણી ટ્રાન્સમિશનમાં તેમના હોલ્ડિંગમાં ઘટાડો કર્યો હતો.




ગુજરાતની પાંચ બેઠકો પર પેટા ચૂંટણી થવાની છે... ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે અને જેને કારણે ત્યાં પેટા ચૂંટણી થવાની છે. ત્યારે પોરબંદર લોકસભા બેઠકના મતદાતાઓ શું વિચારે છે તે જાણવા જમાવટની ઈલેક્શન યાત્રા પોરબંદર પહોંચી હતી.

દિશાહિન શ્રદ્ધા માણસોને ડૂબાડે છે... શ્રદ્ધા હોવી જોઈએ પરંતુ અનેક વખત માણસ શ્રદ્ધામાં વહી જાય છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના જેમાં દિશાહીન શ્રદ્ધાની વાત કરવામાં આવી છે.

પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલા વિવાદને શાંત કરવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. હર્ષ સંઘવીએ અનેક જગ્યાઓ પર બેઠક કરી છે ભાજપના ક્ષત્રિય આગેવાનો સાથે. ત્યારે સુરતમાં સી.આર.પાટીલે દક્ષિણ ગુજરાતના ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક કરી છે.

જમાવટની ટીમે અમદાવાદ પશ્ચિમના ઉમેદવાર ભરત મકવાણા અને દિનેશ મકવાણાને તેમના વિઝન જાણવા માટે ફોન કર્યો હતો. ભાજપના ઉમેદવારે જવાબ ના આપ્યો જ્યારે ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવારે કહ્યું કે શિક્ષા. આરોગ્ય જેવી વસ્તુઓ પર તે ધ્યાન આપશે.