અદાણી ગ્રૂપનું દેવું ભારતીય અર્થતંત્રના 1 ટકા જેટલું: નિક્કી એનાલિસીસ


  • Published By :
  • Published Date : 2023-02-09 20:30:53

જાપાનની જાણીતી નિક્કી એનાલિસીસે અદાણી ગ્રૂપના દેવાને લઈ મોટો ખુલાસો કર્યો છે. નિક્કી એનાલિસીસના રિપોર્ટ મુજબ અદાણી ગ્રૂપનું દેવું ભારતીય અર્થતંત્રના ઓછામાં ઓછા 1% જેટલું છે. આ રિપોર્ટ એકાઉન્ટિંગ છેતરપિંડીના આરોપો વચ્ચે જૂથની નાણાકીય મુશ્કેલીઓના ધોરણને રેખાંકિત કરે છે.



10 કંપનીઓનું દેવું 3.39 ટ્રિલિયન રૂપિયા 


નિક્કીએ ક્વિક ફેક્ટસેટ (QUICK FactSet)ના ડેટાનો ઉપયોગ કરીને આ ગણતરી કરી હતી. નિક્કીની ગણતરી મુજબ, અદાણીની લિસ્ટેડ ગ્રૂપ કંપનીઓમાંથી 10 કંપનીઓનું દેવું 3.39 ટ્રિલિયન રૂપિયા ($41.1 બિલિયન) સુધી છે. આ કંપનીઓમાં ગયા વર્ષે ખરીદેલી ત્રણ કંપનીઓ ACC,અંબુજા સિમેન્ટ્સ અને NDTVનો સમાવેશ થાય છે. જ્યારે અદાણી દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ અને ક્વિક ફેક્ટસેટ દ્વારા સંકલિત કરાયેલા આંકડાઓ વચ્ચે વિસંગતતાઓ હતી, જો  કે નિક્કીએ બીજા આંકડાનો ઉપયોગ કર્યો હતો.


10 કંપનીઓનો કુલ ઇક્વિટી રેશિયો 25%


ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)એ રિપોર્ટ આપ્યો છે કે ઓક્ટોબરના અંતે ભારતની GDPનો દર 273 ટ્રિલિયન રૂપિયા હતો. જ્યારે અદાણીનું દેવું અર્થતંત્રની ટકાવારીના લગભગ 1.2% જેટલું થાય છે. અદાણીની 10 ગ્રૂપ કંપનીઓ કુલ 4.8 ટ્રિલિયન રૂપિયાથી વધુ સંપત્તિ ધરાવે છે, પરંતુ રોકાણકારોની મોટી ચિંતા અદાણી ગ્રુપના દેવાને લઈને લઈને છે.અદાણી ગ્રુપમાં ઘણી બધી ખાનગી કંપનીઓનો સમાવેશ થાય છે, એટલે કે તેના કુલ દેવાનું ભારણ વધારે હોઈ શકે છે. અદાણી જૂથની 10 કંપનીઓનો સામૂહિક ઇક્વિટી રેશિયો 25% હતો. તેમાંથી એક, અદાણી ગ્રીન એનર્જીનો માર્ચ 2022 સુધીમાં માત્ર 2%નો ઇક્વિટી રેશિયો હતો.


અદાણી સામે MSCI એક્શન મોડમાં


ગ્લોબલ ઇન્વેસ્ટેબલ માર્કેટ ઇન્ડેક્સ (MSCI)એ અદાણીને ઝટકો આપ્યો છે. MSCIએ તેના નિવેદનમાં કહ્યું કે તે MSCIના ફ્રી ફ્લોટની સમીક્ષા કરશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રોકાણકારોના અદાણી ગ્રુપની કેટલીક સિક્યોરિટીઝને હવે ફ્રી ફ્લોટ તરીકે નિયુક્ત કરવામાં આવશે નહીં. આ સમાચાર આવ્યા બાદ અદાણી ગ્રુપની કંપનીઓના શેરની તેજી પર બ્રેક લાગી હતી. ગુરુવારે બજાર ખુલતાની સાથે જ અદાણીના 10માંથી 9 શેર લાલ નિશાન સાથે ખુલ્યા હતા. અદાણી એન્ટરપ્રાઈઝના શેરમાં 15 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે