હિંડનબર્ગના રિપોર્ટનો જવાબ આપ્યો અદાણી ગ્રુપે, અદાણીએ રિપોર્ટને ગણાવ્યો ખોટો


  • Published By :
  • Published Date : 2023-01-30 11:36:47

થોડા સમય પહેલા અમેરિકન ફર્મ હિંડનબર્ગનો રિપોર્ટ સામે આવ્યો હતો જેને કારણે અદાણી ગ્રૃપને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. પોતાના રિપોર્ટમાં હિંદનબર્ગે અદાણી ગ્રૃપ પર માર્કેટ મેનીપ્યુલેશન અને એકાઉન્ટ ફોર્ડના આરોપ લગાવ્યા હતા. આ રિપોર્ટ પર ગૌતમ અદાણીએ પ્રતિક્રિયા આપી છે. જવાબમાં અંદાણી ગ્રુપે એક રિપોર્ટ બહાર પાડ્યો છે જેમાં હિંડનબર્ગના તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. અને તમામ આરોપોને ભારત પર હુમલા ગણાવ્યા છે. સાથે સાથે જે 88 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા તેનો જવાબ પણ આપ્યો છે.

  

413 પાનાનો જવાબ કંપનીએ રજૂ કર્યો 

24 જાન્યુઆરીના રોજ અમેરિકાની ફર્મ હિંડનબર્ગનો એક રિપોર્ટ સામે આવ્યો હતો. 106 પાનાનાએ રિપોર્ટમાં અદાણી ગ્રુપ પર અનેક ગંભીર આરોપો લગાવામાં આવ્યા હતા. આ રિપોર્ટમાં અદાણી ગ્રુપ પર માર્કેટ મેનીપ્યુલેશન સહિતના અનેક આરોપોઓ લગાવામાં આવ્યા હતા. આ રિપોર્ટને અદાણી ગ્રુપે પાયાવીહોણા ગણાવ્યા છે. અને કંપનીએ 88 પ્રશ્નોના જવાબ આપતો 413 પાનાનો અહેવાલ બહાર પાડ્યો છે.   



રિપોર્ટને કારણે અદાણી ગ્રુપને થયું અબજોનું નુકસાન 

અદાણી ગ્રૃપના ચીફ ફાઈનાન્શિયલ ઓફિસલે એક ન્યુઝ એજન્સીમાં ઈન્ટરવ્યું આપ્યું હતું જેમાં તેમણે કહ્યું કે હિંડનબર્ગને પ્રશ્ન થવો જોઈએ કે તેણે અદાણી ગ્રુપને પૂછેલા પ્રશ્નનોને કેમ રિપોર્ટમાં ખોટી રીતે રજૂ કર્યા. જવાબમાં અદાણી ગ્રુપે એક નવો રિપોર્ટ જાહેર કર્યો છે. 413 પાનાના જવાબમાં કંપનીએ હિંડનબર્ગના પ્રશ્નોના જવાબ આપ્યા છે. કંપની તરફથી કહેવામાં આવ્યું કે આ રિપોર્ટ ખોટી જાણકારી અને ખોટા આધાર પર તૈયાર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટને લઈ અદાણી ગ્રુપને અબજો રૂપિયાનું નુકસાન થયું છે.  




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે