અદાણી ગ્રુપનું માર્કેટ કેપ ઘટીને 100 અબજ ડોલરથી નીચે આવ્યું, અમીરોની યાદીમાં હવે 26માં ક્રમે


  • Published By :
  • Published Date : 2023-02-21 17:34:52

ભારતીય અબજોપતિ ગૌતમ અદાણીની મુશ્કેલીઓ ઓછી થતી જણાતી નથી. અમેરિકન રિસર્ચ ફર્મ હિંડનબર્ગ દ્વારા હિંડનબર્ગ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યા પછી અદાણી ગ્રુપના શેરમાં સતત ઘટાડો થવાને કારણે અદાણી ગ્રૂપનું માર્કેટ કેપ હવે 100 અબજ  ડોલરની નીચે આવી ગઈ છે. એટલું જ નહીં, ગૌતમ અદાણી પણ અબજોપતિઓની યાદીમાં સતત નીચે સરકી રહ્યા છે અને હવે 26માં નંબરે પહોંચી ગયા છે.


ક્યાંથી ક્યાં પહોંચ્યું કુલ MCap?


અદાણી ગ્રુપની 10 કંપનીઓનું માર્કેટ કેપ ઘટીને રૂ. 8,20,915 કરોડ થઈ ગયું છે. ડોલરની તુલનામાં રૂપિયાનું તાજેતરનું મૂલ્ય જોઈએ તો 100 અબજ ડોલર (રૂ. 82,79,70 કરોડ)ની નીચે પહોંચી ગયું છે. 24 જાન્યુઆરીના રોજ અમેરિકા સ્થિત રિસર્ચ ફર્મ હિન્ડેનબર્ગના રિપોર્ટ બાદથી, અદાણી ગ્રુપના કુલ માર્કેટ કેપમાં 133 અબજ ડોલરનો ઘટાડો થઈ ચુક્યો છે.


કંપનીઓનું શેર માર્કેટમાં જબરદસ્ત ધોવાણ 


મીડિયા રિપોર્ટ મુજબ, ત્રણ મોટી કંપનીઓ અદાણી એન્ટરપ્રાઇઝ (રૂ. 2.08 લાખ કરોડ), અદાણી ટ્રાન્સમિશન (રૂ. 2.14 લાખ કરોડ) અને અદાણી ગ્રીન એનર્જીની માર્કેટ મૂડી રૂ. 2.13 લાખ કરોડ નોંધાઈ હતી. હિંડનબર્ગના રિપોર્ટથી, આ ત્રણેય જૂથની દરેક કંપનીઓના બજાર મૂલ્યમાં રૂ. 2 લાખ કરોડથી વધુનો ઘટાડો થયો છે. અન્ય કંપનીઓના મૂલ્ય પર નજર કરીએ તો, અદાણી પાવરના એમકેપમાં રૂ. 39,977 કરોડનો ઘટાડો થયો છે, અદાણી પોર્ટ્સ એન્ડ SEZનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 36,938 કરોડથી નીચે, આવી ગયું છે. તે જ પ્રકારે અંબુજા સિમેન્ટ્સનું માર્કેટ કેપ રૂ. 27,690 કરોડથી નીચે અને અદાણી વિલ્મર નું માર્કેટ કેપ રૂ. 17,942 કરોડથી નીચે પહોંચી ગયું છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.