અદાણી-હિંડનબર્ગ મામલે સેબીએ સુપ્રીમ કોર્ટમાં આપ્યો આ જવાબ


  • Published By :
  • Published Date : 2023-02-14 16:35:31

શેર બજાર નિયામક સંસ્થા સેબીએ સુપ્રીમ કોર્ટમાં અદાણી-હિંડનબર્ગ મામલે જણાવ્યું કે તે આ મામલે નિયમોનું કોઈ પણ પ્રકારનું ઉલ્લંઘન થયું છે કેમ તેને લઈ તપાસ કરી રહી છે. સેબીએ વધુમાં કહ્યું કે અદાણી ગ્રુપ સામે અમેરિકાના શોર્ટ સેલર હિંડનબર્ગ રિસર્ચનો રિપોર્ટ જાહેર થયો તે બાદ તરત જ તેણે શેર માર્કેટની ગતિવિધીઓની તપાસ શરૂ કરી હતી.


સેબીએ શું કહ્યું?


સેબીએ સર્વોચ્ચ અદાલતને તે પણ કહ્યું કે તેની પાસે બિઝનેશના સતત વિકાસ માટે અને શેર બજારમાં અસ્થિરતાનો સામનો કરવા માટે મજબુત માળખું છે. સેબીએ દાવો કર્યો કે વિકસીત સિક્યોરિટીઝ માર્કેટ દુનિયાભરમાં શોર્ટ સેલિંગને કાનુની મૂડીરોકાણ પ્રવૃતિ માને છે.  


સુપ્રીમ કોર્ટે માગ્યો હતો જવાબ


સેબીએ અદાણી ગ્રુપના શેરોમાં ભારે ઘટાડા બાદ દાખલ થયેલી અરજીઓ અંગે સુનાવણી કરી રહેલા મુખ્ય ન્યાયાધીશ ડી વાય ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી બેન્ચને જણાવ્યું કે સેબી નિયમો, શોર્ટ સેલિંગના નિયમોના ઉલ્લંઘનની તપાસ માટે હિંડનબર્ગના આરોપો અને રિપોર્ટ જાહેર થયા પહેલા અને ત્યાર બાદથી બજારની પ્રવૃતિ એમ બંનેની તપાસ કરી રહી છે. 


અદાણી ગ્રૂપના શેરથી માર્કેટ પર અસર નહીં


સેબીએ જણાવ્યું કે અદાણી ગ્રૂપના શેરમાં તાજેતરના તીવ્ર ઘટાડાથી શેરબજાર પર બહુ અસર થઈ નથી. સેબીએ જણાવ્યું હતું કે, “ભારતીય બજારમાં અગાઉ પણ ખરાબ વોલેટિલિટી જોવા મળી છે, ખાસ કરીને કોરોના રોગચાળાના સમયમાં, જ્યારે નિફ્ટી 2 માર્ચ, 2020 અને માર્ચ 19, 2020 (13 ટ્રેડિંગ દિવસો) વચ્ચે લગભગ 26 ટકા ઘટ્યો હતો. બજારની અસ્થિરતાને ધ્યાનમાં રાખીને, SEBIએ 20 માર્ચ, 2020 ના રોજ તેની વર્તમાન બજાર પદ્ધતિની સમીક્ષા કરી હતી અને કેટલાક ફેરફારો કર્યા હતા.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે