અદાણી ગ્રુપના શેરોમાં આજે મોટો કડાકો, કેટલાકમાં લોઅર સર્કિટ લાગી, આ છે કારણ


  • Published By :
  • Published Date : 2023-02-13 17:02:42

શેર બજારમાં અદાણી ગ્રુપના શેરોનું ધોવાણ હજુ ચાલુ જ છે આજે સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ સેશનના અંતે અદાણી ગ્રુપના તમામ શેરો ધરાશાઈ થયા હતા. અદાણી ગ્રુપે રેવન્યુ ટારગેટ ઘટાડવા અને નવા કેપેક્સ પર બ્રેક લગાવવાની યોજના બનાવ્યા બાદ આજે અદાણીના તમામ શેરોમાં સતત વેચલાલી જોવા મળી હતી. હિંડનબર્ગ રિપોર્ટ જાહેર થયા બાદ આ ચોથું સપ્તાહ છે જ્યારે અદાણીના શેરોમાં ભારે વેચાણ નોંધાયું છે. 


આજે અદાણી ગ્રુપના શેર કેટલા તુટ્યા?


અદાણી એન્ટરપ્રાઈઝ 


અદાણી ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝનો શેર સોમવારે 7.60 ટકા તુટી ગયો, એટલે કે 140.35 રૂપિયા ઘટીને 1707 રૂપિયા પર બંધ થયો હતો.    


અદાણી પોર્ટમાં 5.25 ટકાનો ઘટાડો


અદાણી પોર્ટનો શેર સોમવારે 5.25 ટકા એટલે કે 30.65 રૂપિયા ઘટીને 553.20 રૂપિયા પર બંધ રહ્યો હતો. 


અદાણી પાવરમાં ફરી લોઅર સર્કિટ


અદાણી પાવરના શેરનામાં સતત લોઅર સર્કિટ લાગી રહી છે. અદાણી પાવરના શેર 5 ટકા એટલે કે 8.20 રૂપિયા ઘટીને 156.10 બંધ રહ્યો હતો.  


અદાણી ટ્રાન્સમિશનમાં પણ લોઅર સર્કિટ


અદાણી ટ્રાન્સમિશનના શેરમાં પણ સતત લોઅર સર્કિટ લાગી રહી છે. આ શેરમાં આજે પણ 5 ટકાની લોઅર સર્કિટ લાગી હતી. આ શેર 59.30 રૂપિયા ઘટીને 1126.85 રૂપિયા પર બંધ થયો છે.


અદાણી ગ્રીનમાં લોઅર સર્કિટ


અદાણી ગ્રીનના શેરમાં સતત લોઅર સર્કિટ લાગી રહી છે, આજે 5 ટકાની સર્કિટ સાથે શેર તુટીને 36.15 રૂપિયા તુટીને  687.75 રૂપિયા પર બંધ રહ્યો છે.


અદાણી ટોટલ


અદાણી ટોટલના શેરમાં પણ સતત લોઅર સર્કિટ લાગી રહી છે, આજે 5 ટકાની સર્કિટ સાથે શેર તુટીને 62.90  રૂપિયા તુટીને 1195.35 રૂપિયા પર બંધ રહ્યો છે.


અદાણી વિલ્મર


અદાણી વિલ્મરના શેરમાં પણ સતત લોઅર સર્કિટ સાથે બંધ રહ્યો છે. આ શેરમાં આજે પણ 5 ટકાની લોઅર સર્કિટ લાગી હતી. આ શેર 21.80 રૂપિયા ઘટીને  414.30 રૂપિયા પર બંધ થયો છે.


NDTVમાં પણ લોઅર સર્કિટ


NDTVનો શેર સોમવારે 4.92 ટકા એટલે કે 10.40 રૂપિયા ઘટીને 198.25 રૂપિયા પર બંધ રહ્યો હતો. NDTVના શેરમાં પણ આજે સર્કિટ લાગી છે


ACC અને અંબુજા


અદાણી ગ્રુપની સિમેન્ટ કંપની એસીસીનો શેર 3.06 ટકા ઘટીને એટલે કે 57.60 રૂપિયા ઘટીને 1823.40 પર બંધ રહ્યો છે, તે જ પ્રકારે અંબુજા સિમેન્ટનો શેર  5.17 ટકા એટલે કે 18.65 રૂપિયા ઘટીને 342.40 રૂપિયા પર બંધ રહ્યો છે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.